Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

કલ્‍યાણપુર તાલુકામાં પર૦ દબાણો સાથે ૬.૧૩ કરોડની ૧૪.ર૭ લાખ ચો.ફુટ જમીન ખુલ્લી કરાઇ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.ર૦ : તાજેતરમાં કલ્‍યાણપુર તાલુકામાં જિલ્લા કલેકટર એમ.એ. પંડયા, જિલ્લા પોલીસ વડા નીતીશકુમાર પાંડેના માર્ગદર્શન હેઠળ ડી.વાય.એસ.પી. સમીર સારડા, હાર્દિક પ્રજાપતિ, પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા તથા કલ્‍યાણપુર તાલુકા મામલતદાર દક્ષાબેન રીંડાણી દ્વારા પોલીસ તથા એસ.આર.પી.ના હથિયારધારી જવાનો સાથે છ દિવસ સુધી મેગા ડિમોલેશન હર્ષદ ગાંધવી, નાવદરા તથા ભોગાત ત્રણ ગામોમાં દરિયાકાંઠા વિસતારમાં થયુ હતુ. જેમાં ૬.૧૩ કરોડની કિંમતની ૧૪.ર૭ લાખ ચોરસ ફુટ જમીન પરના પર૦ દબાણો દુર  કરાયા હતા.

કલ્‍યાણપુર તાલુકાના મામલતદાર દક્ષાબેન રીંડાણીએ આ અંગેની વિગતો આપતા જણાવ્‍યું હતું કે હર્ષદ ગાંધવી તથા નાવદરા અને ભોગાત ત્રણ સ્‍થળે દબાણો હટાવાયા જેમાં ૪૦૦ રહેણાંક દબાણો, ૧૦૯ કોમર્શીયલ દબાણો તથા ૧૧ અન્‍ય દબાણો દુર કરાયા હતા. જે કુલ પર૦ થાય છે. તથા ૧૪ર૭૩૯૧ ફરી જગ્‍યા ખાલી કરાઇ જેની બજાર કિંમત પ૧૩૩૩૬૬૭ થાય છે. જે કામગીરીનો રાઉન્‍ડ પુર્ણ થયો છે.

(12:49 pm IST)