Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

જામનગરમાં ટેન્‍ડરમાં શરતોનું પાલન ન થતા અને કોર્ટના હુકમનો અનાદર થતા હરરાજી રદ કરો

મહાનગર પાલીકાના નગર પ્રાથમીક શિક્ષણ સમીતીના પુર્વ સભ્‍ય નિતીનભાઇ માડમની જામનગર વિસ્‍તાર વિકાસ સત્તામંડળના મુખ્‍ય કારોબારી અધિકારી સમક્ષ માંગણી

જામનગર, તા., ર૦: જામનગરના નગર પ્રાથમીક શિક્ષણ સમીતીના પુર્વ સભ્‍ય નિતીનભાઇ એ. માડમે જામનગર વિસ્‍તાર વિકાસ સત્તામંડળના મુખ્‍ય કારોબારી અધિકારીને પત્ર પાઠવીને જામનગરમાં તા. ૧-૯-ર૦૦૬, તા.૧૭-૧ર-ર૦૦૬ અને તા. ર૧-પ-ર૦૦૭ના રોજ કરાયેલ હરરાજી રદ કરવા માંગણી કરી છે.

નિતીનભાઇ એ.માડમે પત્રમાં વધુમાં જણાવ્‍યું છે કે, આ અંગે માહિતી માંગવામાં આવી હતી. જેમાં જાણવા મળ્‍યું હતું કે, ટેન્‍ડર ભરતી વખતે ડિમાન્‍ડ ડ્રાફટ જમા કરવાનો હોય છે પરંતુ વિનસ ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર દ્વારા ચેક જમા કરાવેલ છે. તેમજ આ અંગે બોલી લગાવનાર ભરતભાઇ વિરજીભાઇ પટેલ દ્વારા ડિપોઝીટ પેટે રકમ જમા કરવામાં આવેલ છે તેવુ જાણવા મળ્‍યું છે. જે નિયમ વિરૂધ્‍ધ છે અને શરતનો ભંગ થયો છે. જેથી આવુ કરનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માંગણી કરી છે.

આ ઉપરાંત ટેન્‍ડર મંજુર થયા બાદ આપેલ મુદત દરમિયાન રકમ જમા કરાવવાની હોય છે પરંતુ આ રકમ મોડી જમા કરવામાં આવી છે. જેથી શરતનો ભંગ થયેલ છે. આ ઉપરાંત હરરાજીના સમયથી ૯૦ દિવસની અંદર અન્‍ય રકમ જમા કરવાની હોય છે પરંતુ તે રકમ પણ જમા થઇ ન હતી.  નિતીનભાઇ એ.માડમે વધુમાં જણાવ્‍યું છે કે, આ રજુઆતને ગંભીરતાથી લઇને સરકારને થતુ કરોડોનું નુકશાન અટકાવી શકાય તેમ છે. આ કાર્યવાહી દરમિયાન જવાબદાર અધિકારીઓ સામે કાયદાકીય પગલા લેવા જોઇએ. જો  પંદર દિવસમાં સંતોષકારક કાર્યવાહી નહિ કરવામાં આવે તો ઉચ્‍ચકક્ષાએ રજુઆત તથા કોર્ટ ઓફ કંડમ્‍પટ અંગે કોર્ટમાં અરજી દાખલ કરીશું.  દરમિયાન તાજેતરમાં એક ઉચ્‍ચ અધિકારીની બદલી થઇ હતી જેમાં આવા જ કોઇ પ્રકરણના છાંટા ઉડયાનું ચર્ચાઇ રહયું છે.

(1:55 pm IST)