Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ઓખા દરિયામાં સઢવાળી હોડીની સ્‍પર્ધા

બેટ ટાપુ ફરતે ૪૦ કિ.મી.નું અંતર કાપ્‍યુ : પવનની દિશા સાથે દોડતી હોડીનો અદ્‌ભુત નજારો જોવા મળ્‍યો

(ભરત બારાઇ દ્વારા) ઓખા,તા.૨૦: આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત ૪૨મી મહાજન સ્‍મારક સમુદ્ર હોડી સ્‍પર્ધા ૨૦૨૩ની અનોખી ઉજવણી કરાઇ હતી.

ગુજરાત સરકારશ્રીના કમિશનર, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિ ઓ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા સંચાલિત અને હરીઓમ આશ્રમ નડિયાદ પ્રેરિત સાગર કાંઠાના વિસ્‍તારમા વસતા સાહસિક યુવાનોને બિરદાવવા આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત ૪૨મી મહાજન સ્‍મારક સમુદ્ર હોડી સ્‍પર્ધા ૨૦૨૩નું ઓખા બંદર ખાતે કરવામા આવેલ. જેમા મશીન વગરની માત્ર સઢ થી ચાલતી હોડીની હરિફાઈ યોજાય છે. જેનો શુભ પ્રારંભ ઓખા જેટીએ થી કરવામા આવેલ હતો. આ હોડીઓ ઓખાના દરિયામાં થઈ બેટ ટાપુને ફરતે ૪૦ કિલોમીટર ુ અંતર કાપ્‍યુ હતું. સઢનુ સ્‍ટેરીંગ અને પવનની દિશા સાથે દોડતી આ હોડીનો અદભુત નજારો જોવા માનવ મેરામણ ઉમટ્‍યું હતું.

(2:00 pm IST)