Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

જેતપુર : ભાવના શાહની પ્રદેશ અધ્‍યક્ષપદે વરણી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર,તા. ૨૦: દિવમાં તંત્રી તરીકે ફરજ બજાવતા જાગૃત, નિડર, ભાવનાબેન શાહની કામગીરી તેમજ ફરજ નિષ્‍ઠાની નોંધ લઇ મહીલા સુરક્ષા સહાયતા સંગઠનમાં દિવ ઉપરાંત વર્કીંગ પ્રેસીડેન્‍ટ ગુજરાત તરીકે તેમજ ક્રાંતીકારી પત્રકાર કલ્‍યાણ સંઘના પ્રદેશ મહિલા અધ્‍યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવતા ઠેર ઠેરથી શુભેચ્‍છાઓ મળી રહી છે. હાલ કોરોના કાળમાં પણ કોરોના વોરીયર્સ તરીકે નોંધપાત્ર કામગીરી કરી મુઠી ઉચેરી સ્‍થાન પ્રાપ્ત કર્યું છે. મહીલા હોવા છતાં પણ પુરૂષ સમોવાડી બની તલવારની ધાર પર પત્રકારીત્‍વ કરી રહ્યા છે. તેમના મોબાઇલ નંબર ૯૭૧૨૭ ૧૪૬૬૩ ઉપર શુભેચ્‍છા મળી રહી છે.

(10:22 am IST)