Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

વડિયા કુંકાવાવ કન્‍ટેન્‍મેન્‍ટ ઝોન જાહેર

આવશ્‍યક સિવાયની તમામ પ્રવૃતિ પર ૨૦ થી ૨૬ સુધી પ્રતિબંધ

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા,તા.૨૦ : સમગ્ર દેશ અને ગુજરાત કોરોના મહામારી માં સપડાયો છે ત્‍યારે  અમરેલી જિલ્લામાં વધુ કોવીડ કેસ ધરાવતા ગામો માં અમરેલી કલેક્‍ટર આયુષ ઓક દ્વવારા જાહેરમાનુ બહાર પાડી ને અમરેલી જીલ્લા ના  બાર (૧૨ )ગામો ને કન્‍ટેનમેન્‍ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્‍યા છે. આ ગામડામાંમાં અમરેલી  જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના મુખ્‍ય બંને ગામો  કુંકાવાવ, અને વડિયાને કન્‍ટેનમેન્‍ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્‍યા છે. વાસ્‍તવિકતા તપાસતા આ બંને ગામોમાં કોરોના સંક્રમણ સતત વધતુ હોય પરિસ્‍થિતિ કાબુ બહાર જાય તે પહેલા ગામના આગેવાનો દ્વારા ગામને સ્‍વૈઇચ્‍છીક લોકડાઉન કરવાનો એક નિર્ણય લેવામાં આવ્‍યો હતો પરંતું ગામના વેપારીઓને વેપારી મંડળની મિટિંગમાં સહમતી કર્યા બાદ અમુક લોકો દ્વવારા તેનો વિરોધ કરાતા તે નિર્ણય ફ્‌લૉપ શો સાબિત થયો હતો અને વડિયા ગામ સંપૂર્ણ ખુલ્લું રહ્યુ હતુ. અને જાગળત લોકો માં પણ નિરાશા જોવા મળી હતી અને હવે સંક્રમણ ભગવાન જ અટકાવશે અહીં કોઈ ગંભીરતા સમજતું જ નહિ તેવી લોકો ના મુખે ચર્ચાઓ જોવા મળી હતી ત્‍યારે  પરમાત્‍મા એ જાણે આ લોકોના અંતરાત્‍માનો અવાજ અને વેદના સમજી હોય તેમ કલેક્‍ટર આયુષ ઓક દ્વારા અમરેલી જીલ્લા માં વધુ કોવીડ સંક્રમણ ધરાવતા ગામો માં કંટેનમેન્‍ટ ઝોન તરીકે જાહેર કરાવામાં આવતા વડિયા મામલતદાર દ્વારા તાકીદે  બંનેં ગામના સરપંચ, ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ, પીએસઆઇ, ટીડીઓની એક મિટિંગ બોલાવી આ જાહેરનામા નો રાત્રી ના બાર વાગ્‍યાં થી અમલ કરાવવા કડક સૂચના આપવામાં આવી હતી.

(11:44 am IST)