Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

લોધિકા ગ્રામપંચાયત દ્વારા સ્‍વેચ્‍છીક લોકડાઉન જાહેર

(ભીખુપર ગોસાઇ દ્વારા) ખીરસરા,તા.૨૦ : લોધીકા એ તાલુકો છે ત્‍યાં સરકારી દવાખાનુ સરકારી કચેરીઓ આવેલી હોય ગામની અંદર માણસોનો ઘસારો વધુ હોવાથી તેમજ લોધીકાની અંદર પણ કોરોના પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળતા ગ્રામપંચાયત સરપંચ તેમજ વેપારી ભાઈઓ તરફથી એક સ્‍વેચ્‍છીક નિર્ણય લેવામા આવેલછે કે ગામ ની અંદર સ્‍વેચ્‍છીક લોકડાઉન  જાહેર કરવામાં આવેલ છે અને જરૂરી ચિઝ વસ્‍તુની દુકાનો સવારે ૮થી ૧૦ ખુલ્લી રહેશે ત્‍યાર બાદ કોઈ બહાર નિકળવું નહીં જો આ નિયમનો કોઈ ભંગ કરશે તો ગ્રામપંચાયત દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની લોધીકાના ગામ લોકોને જાણ કરવામાં આવે છે તેમજ બહારના લોકોએ પણ જરૂરી કામ વિના લોધીકામાં પ્રવેશ ન કરવા વિનંતી તેવું સરપંચની યાદીમાં જણાવેછે.

(11:55 am IST)