Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

પોરબંદર નગરપાલિકામાં વર્ષોથી ખાલી હેલ્થ ઓફીસરની જગ્યા કોરોના સંકટ સમયે ભરવા લોક માગણી

પાલિકામાં એમ્બ્યુલન્સ શબવાહીની વાહનો ધૂળ ખાય છેઃ જવાબદારો કહે છે કે ૧૦૮ સેવા ચાલુ થઇ એટલે એમ્બ્યુલન્સ બંધ કરી

(સ્મિત પારેખ દ્વારા) પોરબંદર તા. ર૦ :.. નગરપાલિકામાં વર્ષોથી ખાલી રહેલ હેલ્થ ઓફીસરની જગ્યા કોરોના સંકટ સમયે ભરવા લોકો માગણી કરી રહ્યા છે. પાલિકામાં એમ્બ્યુલન્સ શબવાહીની જેવા વાહનો પણ ધૂળ ખાતા ભંગાર હાલતમાં પડયા છે.

પાલિકા પાસે ફરજ માનવતા અને નિષ્ઠા ખૂટેલ જણાઈ છે નગરપાલિકાનાં સેનીટેશન વિભાગમાં હેલ્થ ઓફિસરની જગ્યા લગભગ ૧૯૬૧ વર્ષ પછી પણ ખાલી છે અને તે ભરાઇ નથી લોકોની માંગણી છે સરકારમાં રજૂઆત છે છતાં આ જગ્યા ભરાતી નથી હાલ અત્યારે અનકવાલીફાઇડ ઇન્ચાર્જમાં છે કે જે કે નગરપાલિકા સેનીટરી ઇન્સ્પેકટરની જવાબદારી સંભાળે છે.

આજે કોરોના કાળ માં હેલ્થ ઓફિસર ની જરૂર છે અને કવોલીફાઇડ ડોકટર ભરતી કરવી જોઈએ જે સેટઅપ મુજબ મંજૂર થયેલ છે પરતું આ જગ્યા ભરાતી નથી નગરપાલિકા પાસે આરોગ્ય સેવાને લગતા વાહનો છે. તેમાં એમ્બ્યુલન્સ સેવા, શબ વાહિની સેવા , વર્ષોથી બંધ કરી દેવામાં આવી છે અને ફાયર બ્રિગેડ સ્ટેશન માં આ વાહનો ના ખડકલા છે. અગાઉ છે નજીવા દરે યાને કે ટોકન દરે નગરપાલિકા દ્વારા સેવા મળતી તે આજ બંધ છે ગંભીર કેસમાં સારવાર માટે ભોગ બનનાર દર્દી ને યોગ્ય સારવાર કેન્દ્ર પર પોહચાડવા નગરપાલિકા ટોકન દરે એમ્બ્યુલન્સ સેવા પૂરી પાડતી અને ભોગ બનનાર દર્દી ને સેવા ફરજ પૂરી પાડતી અને રાહત આપતી. આજે આ સેવા બંધ છે.

બહાનું એવું બતાવે છે કે ૧૦૮ સરકાર દ્વારા ચાલુ છે જેથી આ સેવા અમે બંધ કરી છે વાસ્તવમાં સેટઅપ મુજબ નગરપાલિકા પાસે સ્ટાફ પણ છે. પરતું આ સેવાના વાહનો ની ભંગાર હાલત કરી છે. જયારે ખાનગી એમ્બ્યુલન્સના ઉઘાડી લુંટ કરે છે. અને નગરપાલિકા સત્ત્।ાધીશો મુક સેવક બની અને પોતાની ફરજ જવાબદારી અને ધર્મ બજાવવા નિષ્ફળ ગયેલ છે.  તેવી ફરીયાદો છે.

(12:54 pm IST)