Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

મોરબીમાં રેમડેસિવિરના અપૂરતા સ્ટોક સોમે મોટી ભીડને લીધે અફડા તફડીનો માહોલ : તંત્રના દાવા પોકળ : લોકોમાં રોષ

(પ્રવિણ વ્યાસ દ્વાર)મોરબી,તા. ૨૦: મોરબીમાં કોરોનાની સારવાર માટે મહત્વના ગણતા રેમડીસીવર ઇન્જેકશનોની રામાયણ એટલી હદે છે કે સિવિલ હોસ્પિટલમાં રેમડીસીવર ઇન્જેકશનો આપવાની વ્યવસ્થા ગોઠવાઈ હોવા છતાં અંધાધૂંધી સર્જાઈ છે. જેમાં સરકાર રેમડીસીવર ઇન્જેકશનોનો પૂરતો જથ્થો ફળવ્યો એવા દેવા કરે છે પણ હકીકતમાં રેમડીસીવરનો જથ્થો અપૂરતી આવતો હોય  તો એને ભીડ વધુ હોવાને કારણે મુશ્કેલી વધી છે. સિવિલમાં વધુ લોકો ભેગા થતા હોવાથી ૨૦મીએ થી  વી. સી. હાઇસ્કુલ ખાતેથી રેમડીસીવર ઇન્જેકશનો મળશે.

મોરબીમાં રેમડીસીવર ઇજકેશનોની પળોજણ શાંત પડવાનું નામ લેતી નથી. રેમડીસીવર ઇન્જેકશનો મેળવવામાં દર્દીઓને પારાવાર હાલાકી ભોગવવી પડતી હોવાથી થોડા સમય અગાઉ તંત્ર દર્દીઓની વહારે આવીને સિવિલ હોસ્પિટલમાં જ દર્દીઓને જરૂરી તમામ ડોકયુમેન્ટની ખરાઈ કરીને રેમડીસીવર ઇન્જેકશનો આપવાની વ્યવસ્થા ગોઠવી હતી. પરંતુ યોગ્ય વ્યવસ્થાના અભાવે સિવિલમાં તંત્ર દ્વારા ત્રણેક દિવસથી રેમડીસીવર ઇન્જેકશનો આપવાના વિતરણમાં મોટી ઉણપ સામે આવી છે. આ વ્યવસ્થાથી લોકોને રાહત થવી જોઈએ, એના બદલે સમસ્યા વધી છે. એનું મોટું કારણ એ છે કે સિવિલમાં રેમડીસીવરનો જથ્થો ઓછો આવે છે અને એની સામે લેનાર વર્ગ ખૂબ મોટો હોય છે. આથી, વિતરણ વ્યવસ્થામાં અંધાધૂંધી સર્જાઈ છે. સરકાર એવા દાવા કરે છે કે રેમડીસીવરનો જથ્થો પૂરતો ફાળવવામાં આવે છે. પણ સિવિલમાં આ જથ્થો ઓછો આવતો હોય, સરકારના દાવા ખોખલા પુરવાર થયા છે. સિવિલ રેમડીસીવર ઇજકેશનો લેવા માટે રીતસર પડાપડી થાય છે. દરરોજ લોકોની મોટી લાઈનો લાગે છે. અગાઉ ૧ હજાર જેટલો રેમડીસીવરનો જથ્થો આવ્યો હતો. આજે પણ માત્ર ૪૦૦નો જથ્થો આવ્યો છે. તેની સામે ૭૦૦ થી વધુ લોકો ઉમટી પડીને લાઈનો લગાવી હતી. જેટલી જરૂરિયાત છે એની સામે ૨૫ ટકા જેટલો જ જથ્થો ફાળવામાં આવે છે. આથી, કટોકટી સર્જાઈ છે. જેમાં લોકોની મોટી ભીડ થતી હોય, સોશ્યલ ડિસ્ટન્સના પણ ધજાગરા થાય છે. અને કોરોનાના દર્દીઓ હોય તો અન્યોને ચેપ લાગવાની પણ ભીતિ રહે છે. ત્યારે સિવિલમાં ભીડ થતી હોવાથી આવતીકાલે તા. ૨૦થી વી. સી. હાઇસ્કુલ ખાતેથી રેમડીસીવરનું વિતરણ કરવામાં આવશે.

(12:55 pm IST)