Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

જામનગરની આદર્શ હોસ્પિટલના ડો.ભાવેશ મહેતા દ્વારા વિનામૂલ્યે કિલનિકમાં જ સારવાર

જામનગર શહેરના વલકેશ્વરી નગરીમાં આવેલ આદર્શ હોસ્પિટલમાં પ્રેકિટસ કરતા ઇ.એન.ટી.સર્જન ભાવેશ મહેતાએ કોરોનામાં તાવ, શરદી-ઉધરસ જેવા ફ્લૂના લક્ષણો ધરાવતા દર્દીઓ માટે હાલમાં પોતાના કિલનિકમાં જ વિનામૂલ્યે સારવાાર આપવાની શરૂઆત કરી છે ૧૯ એપ્રિલ થી ૧ મે સુધી બે અઠવાડિયા દરમિયાન ડો. ભાવેશ મહેતાએ હોસ્પિટલોમાં હાલની પરિસ્થિતિનેે ધ્યાને લઈને લોકો સારવાર માટે વલખા મારી રહ્યા છે જામનગરમાંં સૌરાષ્ટ્રની સૌથી મોટી અને રાજયની બીજા ક્રમની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ પણ કોરોના પોઝિટિવ દર્દીઓથી ભરાઇ ચૂકી છે આ ઉપરાંત શહેરમાં અન્ય ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓથી હાઉસફુલ થઈ છે ત્યારે જ લોકોનેે પડતી હાડમારીનેેે ધ્યાને લઇને ડો. ભાવેશ મહેતા એ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ફલૂ જેવા લક્ષણોની સારવાાર મળી રહે અને તકલીફ ન પડે તે હેતુથી તાવ શરદી ઉધરસ જેવા કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાતા દર્દીઓનેેેે હાલ સારવાર કરી રહ્યા છે. પ્રથમ દિવસે જ ખાનગી હોસ્પિટલમાં શરૂ કરાયેલી ઓપીડી માંં ૧૦૦ થી વધુ દર્દીઓએ ચેકઅપ કરાવી સારવાર મેળવી છે ત્યારે કોરોનાના પ્રાથમિક લક્ષણ જણાતા દર્દીઓને પણ તપાસ કરી સારવાર આપવામાં આવી રહી છે અને હોમ કવોરેન્ટાઇન માટેની સલાહ પણ આપી રહ્યા છે. એક તરફ કોરોનાના દર્દીઓ વધતા હોસ્પિટલોમાં વ્યવસ્થા ખૂટી રહી છે ત્યારે જ ખાનગી તબીબે તકનો લાભ લેવાને બદલે નાના વર્ગના લોકોને કપરા સમયમાં પોતે લીધેલ ડિગ્રીથી સારવાર આપવા માટે જામનગરના તબીબ ભાવેશ મહેતા એ આગળ આવી વિનામૂલ્યે તપાસ શરૂ કરતાં અન્ય ડોકટરોને પણ પ્રેરણા આપી છે.( અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીરઃ  કિંજલ કારસરીયા, જામનગર)

(12:56 pm IST)