Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

ટેસ્‍ટ ઇઝ બેસ્‍ટઃ ભૂપત બોદરના ટ્રસ્‍ટ દ્વારા રાજકોટ જિલ્લામાં ર૦ હજાર કીટનું વિતરણ

ત્રંબાના કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્‍થિતઃ સેવાકાર્યની પ્રશંસા

રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર સંચાલીત શ્રીમતી દુધીબેન જસમતભાઇ બોદર ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ત્રંબા ખાતે કોરોના ટેસ્‍ટ સામગ્રી વિતરણ પ્રસંગે સી.આર.પાટીલ, ભરત બોધરા, મનસુખ ખાચરીયા, ભુપત બોદર, નીતીન ઢાંકેચા, મનસુખ રામાણી વગેરે ઉપસ્‍થિત રહેલ તે પ્રસંગની તસ્‍વીર.

 

રાજકોટ, તા., ૨૦: વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અને મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લોકોને કોરોનાનો ટેસ્‍ટ કરાવી લેવા કરેલા અનુરોધ પછી રાજયની સાથે રાજકોટ જીલ્લામાં પણ ટેસ્‍ટીંગની કામગીરી ચાલી રહી છે. રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદરે પણ રાજકોટ જીલ્લામાં મોટા પાયે ટેસ્‍ટીંગ થાય અને લોકો જાગૃત થાય તે માટે અભિયાન શરૂ કરાવ્‍યું છે. આ અભિયાનના ભાગ રૂપે તેમના માતુશ્રી દુધીબેન જસમતભાઇ બોદર ચેરીટેબલ ટ્રસ્‍ટના નેજા હેઠળ આજુ જુદા જુદા ર૧ ગામોમાં કોરોના ટેસ્‍ટીંગ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ ઉપસ્‍થિત રહયા હતા તેમણે આ માનવતાવાદી પ્રવૃતિમાં સહભાગી બનવા બદલ ભુપતભાઇ બોદરની કામગીરીને બિરદાવી હતી. સ્‍વખર્ચે ર૦,૦૦૦ કીટ મંગાવી સાચા અર્થમાં લોકસેવા કરી છે.

રાજકોટ જીલ્લા પંચાયત આરોગ્‍ય વિભાગ અને શ્રીમતી દુધીબેન જસમતભાઇ બોદર ચેરીટેબલ ટ્રસ્‍ટના સંયુકત ઉપક્રમે કસ્‍તુરબાધામ, ગઢકા, બેડલા, હડમતીયા, ગોલીડા, મહીકા, રાજસમઢીયાળા, અણીયારા, લાખાપર, પાસાણ, કાથરોટા, લોધીકા, કાળીપાટ,ખોખડદડ, લાપાસરી, લોઠડા, ભાયાસર, વડાળી, માંડા ડુંગર, રફાળા, ફાળદંગ, તથા ડેરોઇ કુલ ર૧ ગામમાં જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર દ્વારા કોરોના ટેસ્‍ટકેમ્‍પનું આયોજન   કરવામાં આવ્‍યું હતું.

ઉપરોકત ર૧ ગામોમાં ૧૦ હજાર ટેસ્‍ટીંગ કીટ અને પ ઓકસીજન કીટ આપવામાં આવી છે. જયારે બાકીની ૧૦,૦૦૦ કીટ રાજકોટ જીલ્લાના અન્‍ય વિસ્‍તારો માટે ફાળવવામાં આવી છે.

તેમણે કોરોનાના લક્ષણો ધરાવતા લોકોને ટેસ્‍ટીંગ કરાવી લેવા અનુરોધ કર્યો છે.

કસ્‍તુરબા ધામ (ત્રંબા) ખાતે યોજાયેલ મુખ્‍ય કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ. પ્રદેશ ઉપપ્રમુખ ડો. ભરત બોઘરા, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, જલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર, જીલ્લા મહામંત્રી મનસુખભાઇ રામાણી, સહકારી અગ્રણી નીતીનભાઇ સક્રિયા કસ્‍તુરબાધામના સરપંચ નીતિનભાઇ, કેયુરભાઇ ઢોલરીયા, હરીભાઇ બોદર, રસિકભાઇ ખુંટ, ધવલભાઇ માંગરોલીયા, મનુભાઇ નસીત, ભાવેશ ત્રાપસીયા, વલ્લભભાઇ સહિતના અગ્રણી આગેવાનો અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતાં. જયારે અન્‍ય ગામોમાં રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર અને સ્‍થાનીક આગેવાનો ઉપસ્‍થિત રહેલા હતાં.

બેડલા ગામના ટેસ્‍ટીંગ કેમ્‍પમાં કિશોરભાઇ બોદર (સરપંચ), ભીખાભાઇ ગોવાણી સદસ્‍ય તાં. પં. સવિતાબેન ગોહેલ (સદસ્‍ય જીલ્લા પંચાયત), ભગાભાઇ જીંજરીયા, નાથાભાઇ સોરાણી, પ્રાગજીભાઇ બોદર, પ્રવિણ રામાણી, કેયુરભાઇ ઢોલરીયા, આટકોટીયા વિગેરે તેમજ ગઢકા ગામના ટેસ્‍ટીંગ કેમ્‍પમાં અશોકભાઇ કલોલા, કીરીટભાઇ ગઢીયા, રઘુભાઇ મુંધવ, કેયુરભાઇ ઢોલરીયા, ગંગાબેન બથવાર, રસીકભાઇ ખૂંટ, હરીભાઇ બોદર વિગેરે સ્‍થાનીક આગેવાનો હાજર રહેલ હતાં.

ડેરોઇ ટેસ્‍ટીંગ કેમ્‍પમાં સરપંચ ધરમશીભાઇ, મનુભાઇ, ચમનભાઇ સોજીત્રા, અશ્વિનભાઇ સોરઠીયા, રમેશભાઇ પાનસુરીયા, માધાભાઇ પાનસુરીયા, કેયુરાભાઇ ઢોલરીયા, મહેશભાઇ આટકોટીયા વિગેરે હાજર રહેલ. ફાડદંગ ગામનાં ટેસ્‍ટીંગ કેમ્‍પમાં સરપંચશ્રી પીઠાભાઇ, રમેશભાઇ રામાણી, ગોવિંદભાઇ કીહલા, વિજયભાઇ કીહલા, સંદિપ રામાણી, કેયુરભાઇ ઢોલરીયા વિગેરે સ્‍થાનીક આગેવાનો હાજર રહેલ હતાં. કેમ્‍પમાં સરપંચ રમેશભાઇ કયાડા, હરેશભાઇ સોજીત્રા, પંકજ રામાણી, પંકજ દોમડીયા, સુભમભાઇ સોજીત્રા, કેયુરભાઇ ઢોલરીયા વિગેરે સ્‍થાનીક આગેવાનો હાજર રહેલ હતાં.

હડમતીયા ગામનાં ટેસ્‍ટીંગ કેમ્‍પમાં નિર્મળભાઇ, સુભાષભાઇ હીરપરા, મનુભાઇ ડાંગર, ચકાભાઇ ડાંગર, મહેશભાઇ આટકોટીયા, કેયુરભાઇ ઢોલરીયા, હરીભાઇ બોદર, રસીકભાઇ ખૂંટ વિગેરે સ્‍થાનિક આગેવાનો હાજર રહેલ. મહિકા કેમ્‍પમાં સરપંચ બી. પી. મોલીયા, રસીકભાઇ ખૂંટ, કાળુભાઇ મોલીયા, ભરતભાઇ મોલીયા, ભરત ખૂંટ, રમેશ મોલીયા, છગનભાઇ સખીયા, અતુલભાઇ મોલીયા, કેયુરભાઇ ઢોલરીયા, હરીભાઇ બોદર વિગેરે સ્‍થાનીક આગેવાનો હાજર રહેલ.

ખોખડદડ ગામનાં ટેસ્‍ટીંગ કેમ્‍પમાં તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઇ નસીત, હાર્દિક કોરાટ, સચીન નસીત, હીતેષભાઇ નસીત, અમીત પાદરીયા, ચંદુભાઇ બોદર, રસીકભાઇ ખૂંટ, કેયુર ઢોલરીયા, હરીભાઇ બોદર વિગેરે ઉપસ્‍થિત હતાં.

લોઠડા ટેસ્‍ટીંગ કેમ્‍પમાં રમેશભાઇ ઉંઘાડ, અરવિંદભાઇ, મહેશભાઇ મકવાણા, કિશોરભાઇ સોમાણી, સંજય મકવાણા, દિનેશભાઇ સાકરીયા, ભરતભાઇ બોરીયા, જસમતભાઇ કુકડીયા, કાડુભાઇ, હરીભાઇ બોદર વિગેરે સ્‍થાનીક આગેવાનો હાજર રહેલ. કાથરોટા ગામના ટેસ્‍ટીંગ કેમ્‍પમાં માધાભાઇ કુકડીયા, વલ્લભભાઇ મકવાણા, ચતુરભાઇ મકવાણા, અશોકભાઇ કુકડીયા, કિશોરભાઇ મકવાણા, ચતુરભાઇ બાવળીયા, સુખાભાઇ મકવાણા, કેયુર ઢોલરીયા, હરીભાઇ બોદર વિગેરે સ્‍થાનીક આગેવાનો હાજર રહેલ.

લાખાપર ગામનાં ટેસ્‍ટીંગ કેમ્‍પમાં વિનુભાઇ, રમેશભાઇ ઘાડવી, રાજુભાઇ, નીલેષભાઇ હેરભા, અશ્વિનભાઇ ધરજીયા, ઉદેશભાઇ કાગડીયા વગેરે આગેવાનો હાજર રહેલ.

લોધીડા ગામના ટેસ્‍ટીંગ કેમપમાં વલ્‍ભભાઇ મકવાણા, વિજયભાઇ નાગુકીયા, સોલંકી વિજયભાઇ, વિક્રમાભાઇ મકવાણા, હરસુખભાઇ ઝાપડીયા, વિક્રમ મેર, રમેશભાઇ સોલંકી, રસીકભાઇ ખૂંટ, ચંદુભાઇ બોદર, કેયુર ઢોલરીયા, હરીભાઇ બોદર વિગેરે સ્‍થાનીક આગેવાનો હાજર રહેલ.

પાડાસણ ટેસ્‍ટીંગ કેમ્‍પમાં રીકીનભાઇ આસોદરીયા, જીવાભાઇ આસોદરીયા, મહેશભાઇ આસોદરીયા, મહેશભાઇ મૂંધવા, ભીખુભાઇ મુંધવા, સવજીભાઇ, કેયુરભાઇ ઢોલરીયા, રસીકભાઇ ખંૂટ, મહેશભાઇ આટકોટીયા હરીભાઇ બોદર વિગેરે સ્‍થાનીક આગેવાનો હાજર રેહલ.

ભાયાસર ગામનાં ટેસ્‍ટીંગ કેમ્‍પમાં સરપંચશ્રી વિક્રમભાઇ, રવજીભાઇ બારૈયા, ઉકાભાઇ ડાભી, ભાનુભાઇ ચાવડા, લાભુભાઇ ડાંગર, ચાવડા અજય, ચંદુભાઇ બોદર, રસીકભાઇ ખૂંટ, કેયુર ઢોલરીયા, હરીભાઇ બોદર વિગેરે સ્‍થાનીક આગેવાનો હાજર રહેલ. કાળીપાટ ટેસ્‍ટીંગ કેમ્‍પમાં ભરતભાઇ મકવાણા, મુખીભાઇ, સાંડપા ધર્મેશભાઇ, સાપરા હંસરાજભાઇ, મેર પંકજભાઇ, ચંદુભાઇ બોદર, રસીકભાઇ ખૂંટ, કેયુર ઢોલરીયા, હરીભાઇ બોદર વિગેરે સ્‍થાનીક આગેવાનો હાજર રહેલ હતાં.

લાપાસરી ટેસ્‍ટીંગ કેમ્‍પમાં કુલદીપસિંહ ભાટી, હરદેવસિંહ, લાભુભાઇ સરપંચ જડુ અજયભાઇ, રાઠોડ હરદેવસિંહ, કેયુર હરીભાઇ બોદર વિગેરે સ્‍થાનીક આગેવાનો હાજર રહેલ હતાં.

વડાળી ગામનાં ટેસ્‍ટીંગ કેમ્‍પમાં સરપંચ નરેન્‍દ્રસિંહ જાડેજા, એભલભાઇ ખાટરીયા, જીકાભાઇ જાદવ, રમેશભાઇ જાદવ, મહેશભાઇ, ચંદુભાઇ મુછડીયા, જયસુખભાઇ જાદવ, કેયુર ઢોલરીયા, હરીભાઇ બોદર વિગેરે સ્‍થાનીક આગેવાનો હાજર રહેલ હતાં.

માંડાડુંગર ગામના પુનાભાઇ જાદવ, બાબુરાણા જાદવ, મનુભાઇ દરબાર, છગનભાઇ સખીયા, મોહનબાપા, કિશોરભાઇ, કેયુર હરીભાઇ બોદર વિગેરે સ્‍થાનીક આગેવાનો હાજર રહેલ હતાં.

આવનારા દિવસોમાં પણ જુદા જુદા ગામોમાં કીટનું વિતરણ કરવામાં આવનાર છે અને વધુને વધુ લોકોના કોરોના ટેસ્‍ટ થાય અને તેમને સારવાર મળે તેઓ એકશન પ્‍લાન ઘડવામાં આવ્‍યો છે.

પંચાયત પ્રમુખ ભુપત બોદરે હાલના સમયમાં વધુ ને વધુ લોકો ટેસ્‍ટીંગ કરાવે તેવી અપીલ કરેલ છે. આ પ્રકારની સાવધાનીથી રાજકોટ જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી કોરોનાને નાબુદ કરવાનો ધ્‍યેય છે.

જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરની આ પહેલને ભાજપ પ્રદેશ ઉપાધ્‍યક્ષ ડો. ભરત બોઘરા, કેબીનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા તથા કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા તથા સાંસદસભ્‍ય રમેશભાઇ ધડુક, સાંસદસભ્‍ય મોહનભાઇ કુંડારીયા તથા ગોંડલ ધારાસભ્‍ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, રાજકોટ ગ્રામ્‍ય ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા, જિલ્લા પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા તથા જિલ્લા મહામંત્રી નાગદાન ચાવડા, મનસુખ રામાણી, મહામંત્રી મનીષ ચાંગેલા સહિતના મહાનુભાવોએ આવકારેલ છે.

(4:18 pm IST)