Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

કચ્છનું મુન્દ્રા રહેશે ૫ દિ' સંપૂર્ણ બંધ- ગુરુવારથી સોમવાર સ્વૈચ્છિક લોકડાઉન :કોરોનાનું સંક્રમણ અટકાવવા ધારાસભ્ય, પાલિકાના પદાધિકારીઓ, વેપારી એસો., સ્થાનિક તા. વિ.અધિકારી, મામલતદાર, આરોગ્ય અધિકારી, પીઆઈ સહિતની ઉપસ્થિતિમાં સયુંકત નિર્ણય

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::::હાલ સમગ્ર ભારત અને ગુજરાત ની સાથે કચ્છ માં કોરોના ની મહામારી વકરી છે ત્યારે કચ્છ ના પેરિસ એવા મુન્દ્રા શહેર માં પણ કોરોના વાઇરસે આતંક મચાવ્યો છે ત્યારે આગામી ગુરુવાર થી સોમવાર પાંચ દિવસ માટે સંપૂર્ણ  સ્વૈચ્છિક લોકડાઉન અંગે આજે યોજાયેલ મિટિંગ માં નક્કી થયો હતો..

આજે મુન્દ્રા ની રાજપૂત ક્ષત્રિય સમાજ વાડી માં માંડવી મુન્દ્રા વિસ્તાર ના ધારાસભ્ય વીરેન્દ્ર સિંહ જાડેજા ની અધ્યક્ષતા માં કોરોના મહામારી અંગે બેઠક યોજાઈ હતી..

આ બેઠક માં આરોગ્ય અધિકારી બારીયા, જિલ્લા પંચાયત ના સભ્ય વિરમ ગઢવી, બારોઈ વેપારી એસોસીયેશન ના રાજેન્દ્ર ચોથાણી, મુન્દ્રા વેપારી એસોસીયેશન ના પ્રમુખ અબ્દુલરહીમ ખત્રી, મુન્દ્રા પીઆઈ, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર દ્વારા કોરોનાથી બચવા અંગેની સમજ અપાઈ હતી. 

માંડવી મુન્દ્રા વિસ્તાર ના ધારાસભ્ય વીરેન્દ્ર સિંહ જાડેજા એ પાંચ દિવસ ના સ્વૈચ્છિક લોક ડાઉન માં સહકાર આપવા પ્રજાજનો ને અપીલ કરી હતી.

મુન્દ્રા તાલુકા ભાજપ ના પ્રમુખ વિશ્રામ ભાઈ ગઢવી એ હાલ કોરોના કેટલો વાઇરસ બની ચુક્યો છે એ અંગે જણાવી સ્વાઇચ્છિક લોક ડાઉન માં જોડાવવા લોકો ને અપીલ કરી હતી..

મુન્દ્રા બારોઈ નગરપાલિકા ના પ્રમુખ કિશોર સિંહ પરમારે જણાવ્યુ હતુ કે આગામી ગુરુવાર થી સોમવાર પાંચ દિવસ માટે કોરોના મહામારી ના કારણે સ્વાઇછીંક લોક ડાઉન નો નિર્ણય લેવાયો છે અને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ દૂધ માટે સવારે ૭ થી ૯ અને સાંજે ૭ થી ૯ તેમજ શાકભાજી માટે સવારે ૭ થી ૧૦ સુધી ની છૂટ અપાઈ છે.  મુન્દ્રા ના જવાહર ચોક અને બારોઈ રોડ પર શાકભાજી ના ધંધાર્થીઓ ને આ લોક ડાઉન માં જોડાવવા જણાવ્યું હતું.

કોરોના થી બચવા આ પાંચ દિવસ સુધી જોડાવવા મુન્દ્રા બારોઈ ના નાના મોટા ધંધાર્થીઓને નગરપાલિકાના પ્રમુખ એ અપીલ કરી હતી.

નગરપાલિકા ના કારોબારી ચેરમેન ડાહ્યાલાલ આહીર એ ૫ દિવસના લોકડાઉન દરમ્યાન કામ વગર ઘર ની બહાર ન નીકળવા લોકો ને અપીલ કરી હતી. આ બેઠક માં નગરપાલિકા ના ઉપપ્રપ્રમુખ ચંદ્રિકાબેન પાટીદાર.. મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ રાણીબેન ચાવડા, ઉપપ્રમુખ રતન ગઢવી. કારોબારી ચેરમેન એચ વી જાડેજા. મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ પ્રણવ જોશી. ધમભા ઝાલા, ધ્રુવરાજસિંહ ચુડાસમા, કુલદીપસિંહ જાડેજા સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

નોંધનીય બાબત એ છેકે મુન્દ્રા એ ઔદ્યોગિક વિસ્તાર છે અને અન્ય રાજ્ય ના હજારો શ્રમીકો રોજી રોટી માટે આવ્યા છે છે અને આજુ બાજુ ના ઉદ્યોગ વસાહત ના ગામો માં કોરોના વધ્યો છે તે લોક ડાઉન થી થોડીક રાહત થશે. આજની બેઠક માં મુન્દ્રા બારોઈ નગરપાલિકા ના કોંગ્રેસ ના નગરસેવક અનવર ખત્રીએ ધારાસભ્ય વીરેન્દ્ર સિંહ જાડેજા સમક્ષ રજૂઆત કરી હતી કે હાલ કોરોના ના કહર માં કોરોના દર્દીઓ માટે ઓક્સિજન અંને કોવીડ હોસ્પીટલ માં બેડ વધારવા રજૂઆત કરી હતી 

મુન્દ્રા ની બાજુ ના ગામો નાના કપાયાં અને સમાઘોઘા પણ લોક ડાઉન જાહેર કરી કોરોનાને અટકાવવાની તૈયારી દર્શાવી છે.( તસવીર:રાજ સંઘવી, મુન્દ્રા)

(4:38 pm IST)