Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

મોરબીમાં આઠ આઠ કલાક સુધી સિવીલની બહાર એમ્બ્યુલન્સ મા તડપતા દર્દીઓ !!

ચાર એમ્બ્યુલન્સ અને બે જેટલા ખાનગી વાહનો બપોરે 3 વાગ્યાથી હજુ વેઇટીંગમાં

મોરબી : મોરબીની હાલત હાલ દયનિય બની ગઈ છે. સિવિલની બહાર દર્દીઓ એમ્બ્યુલન્સમાં જ કણસી રહ્યા છે. આજે બપોરે 3 વાગ્યાથી ચાર એમ્બ્યુલન્સ અને બે જેટલા ખાનગી વાહનો સિવિલની બહાર વેઇટિંગમાં હોય દર્દીઓના જીવ ઉપર જોખમ સતત વધી રહ્યું છે.

 

મોરબી જિલ્લામાં કોરોનાએ ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું છે. તમામ વ્યવસ્થાઓ હાલ ખૂટી રહી છે. સામે દર્દીઓની સંખ્યા વધી રહી છે. દરરોજ મોરબીની સિવિલ હોસ્પિટલની બહાર હદય દ્રવી ઉઠે તેવા દ્રશ્યો જોવા મળે છે. આજે બપોરે અહીં ચાર એમ્બ્યુલન્સ અને બે ખાનગી વાહનો આવ્યા હતા. જેઓને વેઇટિંગમાં રાખી દેવામાં આવ્યા હતા. આ લખાઈ છે ત્યાં સુધી હજુ આ દર્દીઓ વેઇટિંગમાં જ છે.
મોરબી સિવિલમાં 32 બેડ ઓક્સિજનની સુવિધા સાથે તૈયાર છે. બસ મેઈન્ટેનન્સ અને સ્ટાફના અભાવે આ બેડ ધુળ ખાઈ રહ્યા છે. તંત્રએ આ તરફ તુરંત કાર્યવાહી કરી હોત તો 32 જિંદગી બચાવવાનું પુણ્ય હાંસલ થઈ શક્ત. હજુ પણ સિવિલ તંત્ર રામભરોષે ચાલી રહ્યું હોય મોરબીની હાલત દયનિય બની છે.

(12:18 am IST)