Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

બોટાદના ગઢિયા ગામે શંકાસ્પદ આકાશી ગોળો પડ્યો :ગામની સિમ વિસ્તારમાં 2 જગ્યાએ ગોળા ખાબક્યા

ગ્રામજનોએ જાણ કરતા રાણપુર પોલીસની ટીમ પહોંચી ગઈ અને તપાસ હાથ ધરી હતી.

 

અમદાવાદ :ચરોતર બાદ હવે સૌરાષ્ટ્રના એક ગામમાં પણ અવકાશી ગોળા પડવાની ઘટનાએ ફરી કુતૂહલ જગાડ્યું છે. બોટાદ જિલ્લાના ગઢીયા ગામમાં શંકાસ્પદ આકાશી ગોળો પડ્યો હતો. ગામની સિમ વિસ્તારમાં 2 જગ્યાએ ગોળા જેવો પદાર્થ પડ્યો હતો જેના કારણે ગ્રામજનો પોલીસ પાસે પહોંચ્યા હતા. ગ્રામજનોએ જાણ કરતા રાણપુર પોલીસની ટીમ પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. 

સમગ્ર ચરોતર પંથકમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અવકાશમાંથી રાત્રિ સમયે ગોળા જેવો પદાર્થ પડવાની ઘટનાઓ બની રહી છે. આણંદ જિલ્લા બાદ ખેડા જિલ્લામાં પણ આવી ઘટના બની હતી. નડિયાદ તાલુકાના ભૂમેલ ગામની સીમમાં આવેલા પોલ્ટ્રી ફાર્મના ખુલ્લા વિસ્તારમાં ગત રાત્રે લગભગ બે-અઢી વાગ્યાની આસપાસ એક ગોળાકાર જેવો પદાર્થ અહીં ખાબક્યો હતો.‌ મધરાત બાદ ધડામ કરતો અવાજ આવતાં અક્ષર પોલ્ટ્રી ફાર્મમા સૂઇ રહેલા મહેન્દ્ર પટેલ ઊંઘમાંથી ઉઠી ગયા હતા. દરવાજો ખોલી જોતાં ખુલ્લામાં એક ગોળાકાર પદાર્થ પડ્યો હતો. જેમાંથી ધુમાડો પણ નીકળતો હતો. વહેલી સવારે મહેન્દ્ર પટેલેએ આ વાતની જાણ ગામના સરપંચને કરી હતી, આથી સરપંચે ઘટનાસ્થળે જઇ ચકલાસી પોલીસને જાણ કરી હતી. આ સિવાય એક ઘેટાના મોતની ઘટના પણ બની હતી. 

(9:57 pm IST)