Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

ઉનાના દેલવાડા સૈયદ જમાત મુસ્‍લિમ સમાજનું ગૌરવ સદ્દામહુસેન હનીફમિયા

(નવિન જોષી દ્વારા) ઉના,તા. ૨૦ : માત્ર ૨૪ વર્ષની ઉંમરે એમ.બી.બી.એસ.ની ડીગ્રી મેળવીને દેલવાડા સૈયદ જમાતના બહારૂની સદ્દામહુસેન હનીફમિયાએ સમાજનું ગૌરવ વધારેલ છે.

દેલવાડા ગામના સૈયદ જમાતના ૨૪ વર્ષના બહારૂની સદ્દામહુસેન હનીફમિયાએ કર્ણાટકના ગુલબર્ગા ખાતે રાજીવ ગાંધી યુનિવર્સિટીની ખ્‍વાજા બંદા નવાઝ મેડિકલ કોલેજમાં અભ્‍યાસ કરી એમ.બી.બી.એસ.ની ડિગ્રી પ્રાપ્‍ત કરીને આ ઝળહળતી સિધ્‍ધિ હાંસિલ કરી દેલવાડા ગામ તેમજ સમગ્ર મુસ્‍લિમ સમાજનું ગૌરવ વધારેલ છે. ડો. સદ્દામહુસેન બહારૂનીએ વધુમાં જણાવ્‍યુ હતુ કે, હું મધ્‍યમવર્ગીય મુસ્‍લિમ પરિવારનો દીકરો છુ અને મારા પિતાને ઇન્‍ટેશનટિનેશ પરફોરેશન (આંતરડામાં છિદ્ર)ની બિમારી છે અને તેમનું પાંચ વાર ઓપરેશન થયા પછી તકલીફ ઓછી થયેલ ન હોય તેથી મારૂ અને મારા માતા-પિતાનું સ્‍વપ્‍ન હતું કે હું ડોકટર બની ગરીબ લોકોની સેવા કરૂં જેથી તેમના સપનાને સાકાર કરવા મે ડોકટર બનીને સેવા કરવાનો દ્રઢ સંકલ્‍પ કર્યો હતો. હજુ આગળ અભ્‍યાસ કરી પોસ્‍ટ ગ્રેજ્‍યુએશન કરી સર્જન બનવા માંગુ છુ અને ગરીબ તેમજ મધ્‍યમ વર્ગના દર્દીઓની સેવા કરી તેમને તંદુરસ્‍ત જીવન આપવામાં મદદરૂપ થવા ઇચ્‍છુ છું.

(9:51 am IST)