Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

કચ્છના માંડવીમાં યુવતીના કપડા ફાડી લાજ લેવાનો પ્રયાસ, ગાંધીધામમાં ૯ વર્ષની બાળકી સાથે દુકાનદારના અડપલાં

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦

 કચ્છના માંડવી તા.ના ગઢશીશા પોલીસ મથકે છેડતી અને લાજ લેવાના પ્રયાસની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રમેશ દેવજી સંઘાર નામના યુવાને ફરિયાદી યુવતીની છેડતી કરી અને કપડા ફાડી નાખ્યા હતા. આરોપી યુવાને ત્યારબાદ યુવતીની લાજ લેવાનો પ્રયાસ કરતાં યુવતીએ બૂમાબૂમ કરી મૂકી હતી. જેને પગલે આરોપી રમેશ નાસી છૂટયો હતો. આ બનાવ અંગે સમાજના આગેવાનોને જાણ કરાતા તેમણે ફરિયાદ નોધવવાનું કહેતાં ૧૪/૫ ના બનેલ આ બનાવની હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બીજા બનાવમાં ગાંધીધામમાં ખોડિયાર નગર વિસ્તારમાં પોપકોર્ન લેવા આવેલી ૯ વર્ષની માસૂમ બાળાને ૫૧ વર્ષીય દુકાનદાર કિશોર ભાનુશાલી ફોસલાવી દુકાનની અંદર લઇ ગયો હતો. ત્યાં તેણે બાળકી સાથે શારીરિક અડપલા કરી જાતીય સતામણી કરી હતી. હેબતાયેલી બાળકીએ ઘેર જઈ વાત કરતા પરિવારજનોએ દુકાનદાર કિશોર ભાનુશાલીને ઠપકો આપતાં તેણે બાળકીના પરિવારજનોને અપશબ્દો ભાંડયા હતા. અંતે આ મામલે પોલીસ ફરિયાદ કરાઈ છે. બન્ને બનાવમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:06 am IST)