Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

ધોરાજીના હઝરત લાલશાહ બાવાના ઉર્ષ નિયમિત દરગાહ પર શીશ ઝુકાવતા ધારાસભ્‍ય લલિત વસોયા

ધોરાજીઃ હઝરત લાલશાહ પીરના ૯૨માં ઉર્ષની ઉજવણી થઇ રહી છે.ત્‍યારે હિંદુ-મુસ્‍લિમ શ્રધ્‍ધાળુઓ દરગાહ પર શીશ ઝુકાવી કોમી એકતાનું ઉદાહરણ પુરુ પાડી રહ્યા છે.ઉપલેટાના ધારાસભ્‍ય લલિત વસોયા એ લાલશાહ દરગાહ પર ચાદર ચડાવી હતી.

દરગાહના ખાદીમ અને ફકીર લંગર ન્‍યાઝ કમિટીના હનીફભાઇ માજોઠી, લાલુભાઇ સિંધી અનાજવાળા ગરાથા સમાજના યુવા આગેવાનો મોહમ્‍મદ કાસીમભાઇ ગરાણા, જબ્‍બાર નાલબંધ, પૂર્વ નગરપતિ કાસમભાઇ કુરેશી, શાહિદભાઇ ગરાણા દ્વારા લલિતભાઇ વસોયા, ધોરાજીપાલિકાના પૂર્વ નગરપતિ ડો.એલ ભાષા, મુસ્‍લિમ સમાજના આગેવાન હાજી ઇબ્રાહિમભાઇ કુરેશી, અનવરશા બાપુ પાલિકાના ઉપપ્રમુખ ઇમ્‍તિયાઝભાઇ પોઠિયા વાલાનું સન્‍માન  કરાયું હતુ઼.(તસ્‍વીર-અહેવાલ-કિશોર રાઠોડ ધોરાજી)

(10:55 am IST)