Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

મહિલા ફુટબોલ સ્‍પર્ધા

જામનગર : ગુજરાત સરકારના રમત ગમત યુવા સાંસ્‍કૃતિક વિભાગ અને સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત આયોજીત ખેલ મહાકુંભ ર૦રરની સૌરાષ્‍ટ્ર ઝોનની અંડર ૧૭ બહેનોની ફુટબોલ સ્‍પર્ધાનો ફાઇનલ જામનગર ગ્રામ્‍ય અને રાજકોટ શહેર વચ્‍ચે યોજાયેલ જેનો ટોસ ઉછાળી સ્‍પોર્ટસ ઓથોરીટીના નોડલ ઓફીસર હેમાંગીની ગોરએ કરાવેલ આ સમયે રમત ગમત કચેરી જામનગરના અધિકારી તથા સ્‍પોર્ટસ ઓથોરીટીના સદસ્‍યો ઉપસ્‍થિત રહયા હતા. ફાઇનલ મેચમાં જામનગર ગ્રામ્‍યનો ૩-૦ થી ભવ્‍ય વિજય થયો હતો. આ સ્‍પર્ધા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા અને રમત ગમત અધિકારી ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ યોજાઇ રહી  છે. તા.ર૦ થી રર દરીમયાન ઓપન વયજુથની બહેનોની પ્રાદેશીક કક્ષાની ફુટબોલ કનકેશ્વરી સ્‍પોર્ટ એકેડેમી ખાતે શરૂ થશે અને બંન્‍ને વિભાગની વિજેતા ટીમો આગામી રાજયકક્ષાની સ્‍પર્ધામાં ભાગ લેવા જશે. (તસ્‍વીર : વિશ્વાસ ઠકકર)

(11:28 am IST)