Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

કુરિઅરના બ્‍હાને વૃધ્‍ધ પાસેથી સોનાની માળા ઝૂંટવી જૂનાગઢથી વડોદરા જતા રીઢા ગુન્‍હેગારને પોલીસે રાજકોટથી ઝડપી લીધો

જુનાગઢ,તા.૨૦ :  શહેરના ગીતાનગર સોસાયટી ખાતે રહેતા ફરીયાદી મધુબેન વા/ઓ કાંતીભાઇ વેકરીયા પટેલ ઉવ. ૬૦ ના ઘરે અજાણ્‍યા ઇસમે આવી, પોતે કુરીયર લઈને આવેલ હોવાનું જણાવી, કુરિયર વાળા તરીકે ઓળખાણ આપી, ફરિયાદીના દિકરા ઘનશ્‍યામભાઇનુ કુરીયર આવેલ છે, તેમ જણાવી, કુરીયરના કાગળ ઉપર સહી કરવા જણાવતા, ફરીયાદી સીનીયર સીટીઝન હોઈ, સહી કરવા જતા, ફરીયાદીએ પોતાના ગળામા પહેરેલ તુલશીની સોનાની માળા કિ.રૂ. ૩૦,૦૦૦/-ની ચીલ ઝડપ કરી, મોટર સાયકલ ઉપર નાશી ગયેલ હતો. આ બાબતની ફરિયાદ સી ડીવી. પોલીસ સ્‍ટેશન ખાતે આપતા,  પીએસઆઈ જે.જે.ગઢવી તથા સ્‍ટાફ દ્વારા ગુન્‍હો દાખલ કરી, તપાસ હાથ ધરવામાં આવેલ હતી.  

   જુનાગઢ રેન્‍જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્‍દર પ્રતાપ સિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેર્ટ્ટીં દ્વારા ગુન્‍હાની ગંભીરતાને ધ્‍યાને લઇ, ફરિયાદીના ઘરે આવી, કરવામાં આવેલ સોનાના ચેઇનની ચીલઝડપના ગુન્‍હો શોધી કાઢી, સંડોવાયેલ આરોપીને સત્‍વેર પકડી અને ફરીયાદીની સોનાની માળા રીકવર કરવા સારૂ સુચના કરવામાં આવેલ હતી.

 ડીવાયએસપી  પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગુનામાં સંડોવાયેલ આરોપીની પકડી પડવા માટે જુનાગઢ સી ડીવીઝન પોલીસ સ્‍ટેશનના પીએસઆઈ જે.જે.ગઢવી તથા સ્‍ટાફના  એએસઆઇ એન.વી.રામ, હે.કો. આઝાદસિંહ મૂળુભાઇ સીસોદીયા, ઇન્‍દ્રજીતસિંહ રણવીરસિંહ, દિલીપભાઇ બચુભાઇ, એસ.પી.રાઠોડ, ચેતનસિંહ જગુભાઇ, પોકો કરણસિંહ દેવાભાઇ ઝણકાત, ચંન્‍દ્રેશભાઇ વજુભાઇ, સહિતના સ્‍ટાફની ટીમ દ્વારા તથા નેત્રમ પ્રોજેકટના પો.સબ.ઇન્‍સ. પી.એચ.મશરૂ તથા પોકો. જીવાભાઇ ગાંગણા તથા મહીલા પો.કો. અંજનાબેન ચવાણ તથા એન્‍જી. પાર્થ ભલાણી સહિતની જુદી જુદી બે ટીમો દ્વારા તુરત સીસીટીવી કંન્‍ટ્રોલ ઇન્‍ચાર્જ તેમજ વિશ્વાસ પ્રોજેકટ અંર્તગત ઇન્‍સ્‍ટોલ કરવામા આવેલ નેત્રમ પ્રોજેકટ સંબંધે શહેરમા લગાડેલ નેત્રમ સીસીટીવી પ્રોજેકટ અંતર્ગત સીસીટીવીનો અભ્‍યાસ કરતા, તેમા એક બજાજ ડીસ્‍કવર મોટર સાયકલ શંકાસ્‍પદ જણાય આવેલ હતું.

 જેના આધારે પોકેટ કોપ એપ્‍લીકેશન દ્વારા નેત્રમ - પ્રોજેકટના કેમેરામા દેખાતા ડીસ્‍કવર મોટર સાયકલ નંબર મેળવી, તપાસ કરતા, નંબર પ્‍લેટ ખોટી જણાય આવેલ હતી. બાદ અન્‍ય સીસીટીવી કેમેરામા અભ્‍યાસ કરતા, આ ડીસ્‍કવર મોટર સાયકલ ચાલક જોવામા આવેલ અને નંબર પ્‍લેટ પણ અલગ જણાય આવેલ જે નંબર જોતા, GJ-06-EG-8554 જણાય આવેલ હતો. જેના આધારે પોકેટ કોપ એપ્‍લીકેશનથી સર્ર્ચં કરતા, ભાવીન જગદિભાઇ પટેલ રહે.  વડોદરા વાળાના નામથી આર.ટી.ઓ.મા રજીસ્‍ટ્રેશન થયેલ હોય, જેથી આ ભાવીનભાઇનો સંપર્ક કરતા, તેને આ મોટર સાયકલ કિશોર ઉર્ફે અજય મોહનભાઇ પુંજાભાઇ માછી રહે. વડોદરા વાળાને વેચેલ હોવાનુ જણાવેલ હતું. બાદ આ કિશોર ઉર્ફે અજય મોહનભાઇ પુંજાભાઇ માછી રહે. વડોદરા વાળાની પોકેટ કોપ એપ્‍લિકેશન દ્રારા આરોપી વિશે સર્ચ કરતા, આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જણાય આવેલ. જેમા તેને ભુતકાળમા આ પ્રકારના અસંખ્‍ય ગુન્‍હાઓ આચરેલ હોય, જેથી આ આરોપીનો વડોદરા શહેર પોલીસ મારફતે વિસ્‍તળત માહિતી મેળવી,   તપાસ કરતા, આ આરોપી જુનાગઢથી રાજકોટ તરફ જતો હોય, જેથી તુરંત એક ટીમને આરોપીની તપાસ માટે રાજકોટ રવાના કરેલ અને આ આરોપીને રાજકોટ ગ્રીનલેન્‍ડ ચોકડી ખાતેથી રાઉન્‍ડ અપ કરી, ઝડપી પાડેલ હતો. બાદ આરોપીની પુછપરછ કરતા પ્રથમ ગલાતલ્લા કરતો હોય પોતે ભાંગી પડેલ અને ગુન્‍હો કર્યાની કબુલાત આપેલ હતી. પકડાયેલ આરોપી પાસેથી ગુનામાં ગયેલ સોનાની તુલશીના પારાની માળા કિ.રૂ. ૩૦,૦૦૦/- , ગુન્‍હામાં ઉપયોગ થયેલ બજાજ મોટર સાયકલ કિ.રૂા. ૩૦,૦૦૦/-  ગુનાને અંજામ આપવા બનાવેલ ખોટા કુરીયરના કવરો ૧૪ કિ..રૂ. ૦૦/૦૦, મોબાઇલ ફોન -૦૧ કિ.રૂ. ૧૦,૦૦૦/- મળી, કુલ રૂ. ૭૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્‍જે કરવામાં આવેલ હતો.

  કડાયેલ આંતર રાજ્‍ય આરોપી કિશોર ઉર્ફે અજય મોહનભાઇ પુંજાભાઇ માછી રહે. સમાં, વડોદરાની પૂછપરછ કરવામાં આવતા, આરોપી પોતે વડોદરાનો હોય અને ભુતકાળમા વડોદરા શહેરમાં આ  પ્રકારના ચીલ ઝડપના ગુન્‍હા આચરેલ હોય જેથી વડોદરા પોલીસ તેને સારી રીતે ઓળખતી હોય જેથી પોતે વડોદરામા આ પ્રકારના ગુન્‍હા આચરતો ના હોય અને અલગઅલગ શહેરમા જઇ, રેકી કરી, કોઇ પણ મકાનમા આજુબાજુ તપાસ કરી, તે મકાન માલીકના નામ ઠામની માહિતી મેળવી, તેમના નામનુ ખોટુ કુરીયર બનાવી, કુરીયર દેવા જતા, જો તે કુરીયર રીસીવ કરવા કોઇ સીનીયર સીટીજન આવે અને તેના ગળામા સોનાની ચીજ વસ્‍તુ પહેરેલ હોય તો, ગુન્‍હાને અંજામ આપવાની મોડસ ઓપરેન્‍ડી ધરાવે છે. આમ, પકડાયેલ આરોપી ખાસ સીનીયર સીટીઝનને ટાર્ગેટ કરતો અને ગુન્‍હાને અંજામ આપ્‍યા બાદ તુરંત પોતાના કપડા તેમજ વાહનના નંબર પ્‍લેટ બદલી નાખતો હતો. પકડાયેલ આરોપીની પુછપરછ કરતા, તે આજથી પાંચ દિવસ પહેલા જુનાગઢ આવેલ હોય અને અલગઅલગ વિસ્‍તારમા રેકી કરી, સાત થી આઠ જગ્‍યાએ કુરીયર આપવા માટે ગયેલ પરંતુ આ કુરીયાર રીસીવ કરવા માટે કોઇ સીનીયર સીટીઝન આવેલ ન હોય, જેથી તે ગુન્‍હો કરવામા સફળ થયેલ ન હતો. સામાન્‍ય રીતે આરોપી ગુન્‍હો કરવા માટે બપોરનો સમય પસંદ કરતો હોવાની પણ કબૂલાત કરેલ છે.

   પકડાયેલ આંતર રાજ્‍ય આરોપી કિશોર ઉર્ફે અજય મોહનભાઇ પુંજાભાઇ માછી રહે. સમાં, વડોદરા ભૂતકાળમાં વડોદરા શહેર, ગાંધીનગર, અમદાવાદ શહેર, આણંદ જિલ્લા, નડિયાદ, ગોધરા, પાટણ, પાલનપુર, મહેસાણા જિલ્લા, હિંમતનગર, પાદરા વડોદરા, સહિતના જિલ્લા તથા શહેર ઉપરાંત રાજસ્‍થાન રાજ્‍યના બાડમેર સહિતના પોલીસ સ્‍ટેશનોમાં આશરે ૩૫ થી ૪૦ જેટલા ગુનાઓમાં પકડાયેલ રીઢો ગુનેગાર છે.

  પકડાયેલ આરોપીને અટક કરી, આ પ્રકારનો મોડસ ઓપરેન્‍ડી થી બીજા કોઈ ગુન્‍હાઓ આચરેલા છે કે કેમ...? તે બાબતે વધુ તપાસ સી ડિવિઝન પીએસઆઈ જે.જે.ગઢવી, આર. ડી.ડામોર તથા સ્‍ટાફ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

(12:29 pm IST)