Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

ખંભાળીયા પાસે ૧૨ લાખના દારૂ સાથે જામજોધપુરનો વેપારી ઝડપાયોઃ બે વાહન કબ્‍જે : ૭ શખ્‍સો નાસી છુટયા

ખંભાળીયા, તા., ૨૦: પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તથા ના.પો.અધિ. હિરેન્‍દ્ર ચૌધરી એ ખંભાળીયા વિસ્‍તારમાં પ્રોહી/જુગાર અંગેના ગણના પાત્ર કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય અને પો.ઇન્‍સ. પી.એમ.જુડાલએ સર્વેલન્‍સ સ્‍ટાફને પ્રોહીબીશન તથા જુગારના ગણના પાત્ર કેશો શોધી કાઢવા માર્ગદર્શન આપતા સર્વેલન્‍સ સ્‍ટાફના પો.હેડ કોન્‍સ. પ્રદીપસિંહ શિવાયસિંહ જાડેજા તથા પો.કોન્‍સ. કાનાભાઇ રાણાભાઇ લુણા તથા યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા નાઓને બાતમી આધારે ખંભાળીયા ભાણવડ હાઇવે રોડ પરથી લલીયા ગાામના પાટીયા પાસે તથા ભાણખોખરી ગામના પાટીયા પાસે પીજીવીસીએલ સબ સ્‍ટેશનની સામે આવેલ દુકાનો પાસે જાહેર રોડ પરથી વાહનોમાં દારૂની કુલ બોટલ નંગ-ર૭૭ર જે કુલ કિ. ૧૧,૧૭,૨૦૦ તથા બીયર ટીન નંગ-૧,૦૮૦ જેની કુલ કિ. રૂા. ૧,૦૦,૮૦૦ તથા વિદેશી દારૂ તથા બીયરના જથ્‍થાની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ ટેમ્‍પો રજી નં. એમએચ-પ૦એચ-૧૭૦૯ જેની કિંમત રૂા.૧પ,૦૦,૦૦૦ તથા એક ઇકો ફોર વ્‍હીલર નંબર વગરની જેની કિ. રૂા. પ,૦૦,૦૦ તથા રોકડા રૂા. ર૧,પ૧૦ તથા મોબાઇલ ફોન નંગ-ર કુલ કિ.રૂા.૧પ,૦૦૦ આમ કુલ મળી કિ.રૂા. ૩ર,પ૪,૫૧૦ના મુદામાલ સાથે તેઓ વિરૂધ્‍ધ પો.હેડ કોન્‍સ. જેઠાભાઇ સોમાભાઇ પરમારએ રીપોર્ટ તપાસ પો.સબ ઇન્‍સ.એ.બી.ગોઢાણીયા દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

 જયારે આરોપીઓ યુસુફભાઇ સુલેમાન રાવકરડા રહે. બહુચરાજી મંદિરની બાજુમાં જામજોધપુર, મહેશભાઇ ઉર્ફે દિપેશ પટેલ રહે. ગોવા મુળ રહે. કચ્‍છ, સાગર ઉર્ફે લાલો આહીર રહે. કચ્‍છ, જમીર હારૂન પટેલ, સમીર જુનુસ સંદે, ફરીદખાાન રસીદખાન, દિલીપસંગ મહોબતસંગ કેર રહે. કેશોદ , ગામ તા. ખંભાળીયા ફરાર થઇ ગયા છે.

આ કામગીરી (૧) પોલીસ ઇન્‍સ્‍પેકટર પી.એમ. જુડાલ (ર) એ.એસ.આઇ. દિપકભાઇ સોમાભાઇ રાવલીયા  (પો.ઇન્‍સ. રાઇટર) (૩) એ.એસ.આઇ. પી.જે. ભાટીયા  (ભાડથર બીટ) (૪) પો.હેડ કોન્‍સ. જેઠાભાઇ સોમાભાઇ પરમાર (સર્વેલન્‍સ સ્‍ટાફ) (પ) પો. હેડ કોન્‍સ. પ્રદીપભાઇ શિવાયસિંહ જાડેજા (સર્વેલન્‍સ સ્‍ટાફ) (૬) પો.હેડ કોન્‍સ. દિવ્‍યરાજસિંહ પૃથ્‍વીરાજસિંહ જાડેજા (સર્વેલન્‍સ સ્‍ટાફ) (૭) પો.હેડ કોન્‍સ. વિરેન્‍દ્રસિંહ નટુભા જાડેજા (સર્વેલન્‍સ સ્‍ટાફ) (૮) પો.કોન્‍સ. યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા (સર્વેલન્‍સ સ્‍ટાફ) (૯) પો.કોન્‍સ. કાનાભાઇ રાણાભાઇ લુણા (સર્વેલન્‍સ સ્‍ટાફ) (૧૦) પો. કોન્‍સ. ગોવીંદભાઇ મારખીભાઇ પીંડારીયા (ભાડથર બીટ)એ કરી હતી.

(12:34 pm IST)