Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

થાનગઢ પાસે ગુરૃ ગેબીનાથની જગ્યામાં પ્રતિષ્ઠાવિધીઃ વિજયભાઇ રૃપાણીની ઉપસ્થિતિ

(હેમલ શાહ દ્વારા) ચોટીલા, તા.૨૦:  થાનગઢ નજીક ૫ કરોડના ખર્ચે ગુરુગેબીનાથના મંદિરનું નવનિર્માણ કરાયું છે. જેમાં બીજા દિવસે સ્થાપિત પૂજન, જલાધિવાસ, ધાન્યાધિવાસ, શૌયાધિવાસ, સંતવાણી યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં થાન સહિત ગુજરાતભરમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે પૂજાસ્થાપન, પ્રાણપ્રતિષ્ઠા સહિત ધાર્મિક કાર્યક્રમો સાથે આજે મહોત્સવની પૂર્ણાહુતિ કરાશે.

પંચાળ ની ધાર્મિક જગ્યાની પરંપરાની પ્રસિધ્ધ અનેક લોકોના આસ્થા સ્થાન અને પવિત્ર સ્થળ એવા થાનગઢ થી પાચ કીમી દુર આવેલ ગુરુ ગેબીનાથ જે પંચાળ ભૂમિના પુરાણોકત માનુ એક પરમ પૂજ્ય ગુરુ ગેબીનાથ તથા મેપાબાપુને જાદરાબાપુ આ પવિત્ર સ્થળનનું ૫ કરોડના ખર્ચે નવનિર્માણ કરવામાં આવ્યું છે.

જેનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બુધવારના રોજથી શરૃઆત કરાયો હતો. જેના બીજા દિવસે ગુરૃવારે સ્થાપિતપૂજન, જલાધિવાસ, ધાન્યાધિવાસ, શૌયાધિવાસ યોજાઇ હતી.

આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૃપાણીએ જણાવ્યું કે ' દેને કો ટુકડા ભલા લેનેકો હરીનામ ' પરંપરા આજે પણ અકબંધ અહીં આવવાનો બીજીવાર મોકો મળ્યો અહીં અનેરો આનંદ અનુભવ થાય છે. સરપંચ તરીકે પ્રખ્યાત આલકુભગત મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઇ જાય ત્યાં સુધી ગુરુગેબીનાથની જગ્યામાં રહેવાનો અટલ સંકલ્પ લીધો હતો.જે ખરેખર ગુરુગેબીનાથની કૃપા છે.

રાત્રે સંતવાણીમાં રામદાસ ગોંડલીયા, પરસોતમ પરી, શૈલેષ મહારાજ, ગોવિંદભા પાલીયા ભજનો અને સંતવાણી યોજાઇ હતી.

આ પ્રસંગે ધર્મસભાનું આયોજન કરાતા જૂનાગઢથી ગોરખનાથ આશ્રમના મહંત શેરનાથબાપુ, દાનબાપુની જગ્યાના મહંત વલ્કુબાપુ, આપાગીગાની જગ્યાના મહંત વિજયબાપુ, સણોસરાના નીરૃબાપુ, બોટાદજી આત્માનંદ સરસ્વતીજી ગુજરાત ભરમાંથી ૧૫૦ થી વધુ સંત - મહંતોની ઉપસ્થિતિમાં નેશનલ એવોર્ડ શિક્ષક પ્રવિણભાઇ ખાચર, ઇતિહાસ વૈદિક સાહિત્ય સંશોધક અને લેખક ભનુભાઇ ખવડ સભાને સંબોધન કર્યું હતું.

આજે શુક્રવારે પ્રાતઃ પૂજન સ્થાપન, દેવતાહોમ , મંદિરવાસ્તુ પૂજન , દેવ-બોધ કાર્યક્રમ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે.આ પ્રસંગે ભુદેવ જગદીશભાઇ ગોર તથા બ્રાહ્મણોના શાસ્ત્રોકત મંત્રોચ્ચારથી ગેબીનાથની જગ્યા ગુંજી ઉઠ્યા હતા.

(12:35 pm IST)