Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

મોરબીના રવાપરમાં નિવૃત એસઆરપી મેનના ઘરમાં પોણાત્રણ લાખના દાગીના અને રોકડની ચોરી

ખુમાનસિંહ ઝાલાની ફરીયાદ પરિવારને ઉંઘતા રાખી તસ્‍કરો કળા કરી ગયાઃ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.ર૦ : મોરબી તાલુકાના રવાપર ગામે રહેતા નિવૃત એસઆરપી મેનના ઘરને નિશાન બનાવી તસ્‍કરો રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી રૂ.ર,૭૩,ર૦૪ ની મતા ચોરી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રવાપર ગામમાં મેલડીમાંના મંદિર પાસે રહેતા નિવૃત એસઆરપીમેન ખુમાનસિંહ મોહબતસિંહ ઝાલા ત્રણ દિવસ પહેલા પરિવાર સાથે રાત્રે ઘરના ફળીયામાં સુતા હતા ત્‍યારે તસ્‍કરો વંડી ટપી ઘરમાં પ્રવેશ કરી કબાટમાંથી રૂા.૧,પ૦,૦૦૦ ની રોકડ તથા રૂા.૧,૧ર,ર૦૪ ની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી ગયા હતા. પરિવારજનો સવારે ઉઠયા ત્‍યારે ઘરમાં સામાન વેરવીખેર જોતા તપાસ કરતા રોકડ અને દાગીના જોવા ન મળતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી આ મામલે નિવૃત એસઆરપીમેને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(1:12 pm IST)