Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

મોરબીમાં કવાટરના પગથીયા પરથી પડી જતા ૫ વર્ષના કરણનું મોત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૨૦: મોરબીમાં લેબર કવાટરના પગથીયા પરથી નીચે પડતા ૫ વર્ષના માસુમનું મોત થયાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મળતક કરણ રામસ્‍વરૂપ આદીવાસી બપોરના એકાદ વાગ્‍યાની આસપાસ આદરણા ગામની સીમ સોનેક્ષ સીરામીકના કારખાનાના લેબર કવાટરના પહેલા માળે રમતા રમતા અકસ્‍માતે સીડીના પગથીયા ઉપરથી નીચે પડી જતા ઇજા થતા -થમ મોરબી સમર્પણ હોસ્‍પીટલ ખાતે અને ત્‍યાથી વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્‍પીટલ ખાતે સારવારમા દાખલ કરતા ત્‍યા ચાલુ સારવાર દરમ્‍યાન ગઇ તા.૧૩ના રોજ સારવાર દરમ્‍યાન મોત નિપજયુ હતુ આ અંગે મોરબી તાલુકા પોલીસે તપાસ આદરી છે.

સગીરાએ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

ઈન્‍દિંરા નગરમાં રહેતી ૧૫ વર્ષીય સગીરા સોભનાબેન નારાયણભાઈ દેથરીયાએ પોતાના ઘરે  અગમ્‍યકારણો ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. તેને સરકારી હોસ્‍પિટલ ખાતે લઈ જતા  સ્‍થળ પરના તબીબે તેને મળત જાહેર કરી હતી. આ અંગે  મોરબી સીટી બી ડિવીઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘરમાં પડી જતા પ્રૌઢે દમ તોડયો

રામકો વિલેજ સોસાયટી ઘુટુ ગામે રહેતા ૮૧ વર્ષીય અનંતરાય -ેમશંકર જોષી અગીયારેક વાગ્‍યાની આસપાસ ઘુપોતાના ઘરે પડી જતા માથાના પાછળના ભાગે ઇજા થતા તેમને -થમ મોરબી સમર્પણ હોસ્‍પીટલ બાદ ત્‍યાથી વધુ સારવાર માટી રાજકોટ ક્રાઇટસ હોસ્‍પીટલ ખાતે બાદ ત્‍યાથી રાજકોટ સીવીલ હોસ્‍પીટલમા સારવારમા દાખલ કરતા ત્‍યા ચાલુ સારવાર દરમ્‍યાન ગઇ તા.૯ના રોજ તેનુ સારવાર દરમ્‍યાન મોત થયુ હતુ. મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:16 pm IST)