Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

જુનાગઢના બામણગામ અને ચોકલી ગામની દરગાહમાં તોડફોડ-નુકશાન

સફેદ કલરની કારના ચાલક સામે ફરીયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૦ : જુનાગઢના  બામણગામ અને ચોકલી ગામની દરગાહમાં સફેદ કલરની કારના ચાલકે તોડફોડ કરી અને નુકશાન કર્યાની તેમજ ધાર્મિક લાગણી દુભાવી હોવાની પોલીસ ફરીયાદ થઇ છે.

જુનાગઢ તાલુકાના બામણગામ અને ચોકલી ગામની દરગાહમાં તા.૧૮ ની રાત્રીના સફેદ કલરની કારનો અજાણ્‍યા ચાલકે દાતરડા સાથે પ્રવેશ તોડફોડ કરી રૂા.ર૧૦૦નું નુકશાન કર્યુ હતું.

તેમજ બંને દરગાહમાં મુસ્‍લિમ ધર્મનું અપમાન કરવાના ઇરાદે ધર્મની લાગણી દુભાય એવું કૃત્‍ય કર્યુ હતું.

આ અંગે બામણગામના હસન મહમદભાઇ સમાએ ફરીયાદ કરતા તાલુકા પી.એસ.આઇ. એમ.આર. ડવે આગળની તપાસ હાથ ધરી છે.

(1:24 pm IST)