Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

સ્‍વ. વિઠ્ઠલભાઇ રાદડિયાના સ્‍મરણાર્થે જેતપુરમાં કાલે સીટી કાઉન્‍સીલ દ્વારા શાહી સમુહ લગ્નોત્‍સવ

૪૬ નવદંપતીઓ પ્રભુતામાં પગલા માંડશે : મંત્રીઓ, ધારાસભ્‍ય, સાંસદ સહિત સંતો-મહંતોની ઉપસ્‍થિતિ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૨૦ : સમાજના નબળા પરિવારની દીકરીઓને ઓછુ ન આવે તેના લગ્ન ખૂબ ધામધૂમથી શાહી રીતે થાય તેવા આશ્રયથી સમુહલગ્નની શરૂઆત કરાવેલ. સ્‍વ. વિઠ્ઠલભાઇ રાદડિયાના સેવાયજ્ઞને કાયમી ચાલુ રાખવા ધારાસભ્‍ય જયેશભાઇએ શહેરની સામાજીક સંસ્‍થા સીટી કાઉન્‍સીલને સહયોગ આપી સમુહલગ્નનું ભગીરથ કાર્ય યથાવત રાખતા આ વર્ષે જાજરમાન શાહી સમુહલગ્નનું આયોજન આવતીકાલે જૂનાગઢ રોડ પર આવેલ રાજવાડી પાર્ટી પ્‍લોટ ખાતે સાંજે ૪ કલાકે કરવામાં આવેલ છે. ૫ કલાકે તમામ ૪૬ વરરાજાઓનું ભવ્‍ય સામૈયું સરદાર ચોક ખાતેથી નીકળશે. સાંજે ૭ કલાકે સન્‍માન સમારોહ યોજાશે. જેમાં કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, મંત્રી દેવાભાઇ માલમ, અરવિંદભાઇ રૈયાણી, સાંસદ રમેશભાઇ ધડુક, ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા, કુંવરજીભાઇ બાવળીયા, મનસુખભાઇ ખાચરીયા, રાજુભાઇ પટેલ, જશુમતીબેન કોરાટ, કુસુમબેન અમરેલીયા, જયરાજસિંહ જાડેજા, ચેતનાબેન રાદડિયા, ગોરધનભાઇ ધામેલીયા, શ્રી અમરેલીયા સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે. નવદંપતીઓને આશિર્વચન પાઠવવા મોટી હવેલીના જે.જે.શ્રી પ્રિયાંકરાયજી મહોદય, પ.પૂ. શ્રી નીલકંઠચરણદાસજી સ્‍વામી ઉપસ્‍થિત રહેશે.  સમુહલગ્નમાં જોડાયેલ ૪૬ નવદંપતીઓને દાતાઓના સહયોગથી સોના, ચાંદીના દાગીના, સેટી પલંગ, કબાટ સહિતના જીવન જરૂરીયાતની વસ્‍તુઓ કરીયાવરમાં આપવામાં આવશે. સમુહલગ્નની સાથે રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જેતપુર મેડીકલ ફાઉન્‍ડેશન બ્‍લડ બેંકની ટીમ સેવા આપશે.

 આ કાર્યને સફળ બનાવવા જયેશભાઇ રાદડીયા, જેન્‍તીભાઇ રામોલીયા, પ્રમુખ મનહરભાઇ વ્‍યાસના માર્ગદર્શન હેઠળ મનીષભાઇ કરેડ, પ્રવિણભાઇ નંદાણીયા, વસંતભાઇ પટેલ, પ્રવિણભાઇ ગજેરા, રજનીભાઇ દોંગા, અરવિંદભાઇ વોરા, વિનોદભાઇ કપુપરા, અમીત ટાંક, સવજીભાઇ બુટાણી, વિનોદભાઇ સિધ્‍ધપુરા, ચંદ્રેશભાઇ ધડુક સહિતના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

(1:42 pm IST)