Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

પાડોશીના ઘર પાસે પાર્ક કરેલ વાહન ચોરનાર લીલીયાનો શખ્‍સ ઝડપાયો

 અમરેલી : લીલીયા પો.સ્‍ટે. વિસ્‍તારમાં નીલાગ્રા ચોકડી પાસે રોડ ઉપર વાહન ચેકીંગ દરમ્‍યાન લીલીયા મોટા ગામથી અમરેલી રોડ તરફ એક મો.સા. ચાલક આવતો હોય, તેને રોકી સદર મો.સા. જોતા આગળપાછળ નંબર પ્‍લેટ ન હોય અને શંકાસ્‍પદ લાગતા મો.સા.નાં. ચાલક પાસે સાધીનક કાગળો માંગતા કોઇ આધાર પુરાવા રજુ કરેલ નહી. જેથી સર્ચ કરી પુછપરછ કરતા જણાવેલ કે સદર મો.સા. પોતાના ઘરની પાસે પાડોશીના ઘરે ભજનનો પ્રોગ્રામ હોય ત્‍યાં રાત્રીના સમયે શેરીમાં પાર્ક કરેલ મો.સા. ગાડીઓમાંથી સદર મો.સા. ચોરી કરેલ હોવાનું જણાવતા હોય, અને જે સબબ લીલીયા પો.સ્‍ટે. પાર્ટ (એ.) ગુ.ર.નં. ૦૨૬૩/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબનો ગુન્‍હો રજી. થયેલ હોય, જેથી ચોરીના મુદ્દામાલ મો.સા. સાથે મહમંદરફીક ઉર્ફે પપ્‍પુ રજાકભાઇ (ઉવ.૨૩) ધંધો કલીનર રહે. લીલીયા મોટા ઠે. હનુમાનપરા તા. લીલીયા ઝડપી લીધેલ છે. આ સમગ્ર કામગીરીમાં લીલીયા પોલીસ સ્‍ટેશનના પો.સબી.ઇન્‍સ. એમ.ડી ગોહિલ તથા ટાઉન બીટ ઇન્‍ચાર્જ/ હેડ કોન્‍સ. હિરેનભાઇ વેગડા તથા પો.કોન્‍સ. ગૌતમભાઇ ખુમાણ તથા પો.કોન્‍સ. જીતેન્‍દ્રભાઇ ગંગલ તથા સર્વેલન્‍સ ટીમના પો.કોન્‍સ. પૃથ્‍વીરાજસિંહ મોરી તથા પો.કોન્‍સ. અનિરૂધ્‍ધસિંહ વાજા તથા પો.કોન્‍સ. સંજયભાઇ ઇટાલીયા વિ.સ્‍ટાફના માણસો જોડાયા હતા.

(3:28 pm IST)