Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

ભોગાતમાં ‘આપ'ના નેતા સહિત ૯ ની ધરપકડ

જેટકોના ટાવર ઉભા કરવા મુદ્દે ફરજમાં રૂકાવટનો ગુન્‍હો નોંધાયા બાદ કાર્યવાહી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ર૦ :  તાજેતરમાં કલ્‍યાણપુર તાલુકાના ભોગાત પાસે વીજ કંપનીના ટાવર ઉભા કરવામાં ખેડૂતો અડચણ ઉભી કરતા તથા નિયમ કરતા વધુ વળતરની માંગ કરતા તથા ટાવર માટેના પાઇપોના બોલ્‍ટ કાઢીને ચોરી પણ કરી જતા જેટકો કંપની દ્વારા ફરજમાં રૂકાવટની ફરીયાદ કરવામાં આવી હતી. તથા ખેડૂતો જેટકો અને તંત્ર વચ્‍ચે ઘર્ષણની સ્‍થિતિ સર્જાઇ હતી.

આ બનાવમાં ટ્રેઇન આઇ.પી.એલ. નીધિ ઠાકુર તથા કલ્‍યાણપુર પો. સ.ઇ. એફ.બી. મગનીયા એ ઉંડી તપાસ હાથ ધરીને બનાવમાં સંડોવાયેલા ‘‘આપ''ના નેતા નિદ્રેશ માંડણભાઇ ભોચીયા, માંડભાઇ રામામાઇ ભોચીયા, મેરામણભાઇ માંડણભાઇ ભોચીયા, ગોવિંદભાઇ નગાભાઇ ભોચીયા, ભરતભાઇ ભાયાભાઇ ભોચીયા, આલાભાઇ ભીમાભાઇ ગોજીપા, નગાભાઇ સામભાઇ ભોચીયા, કાનાભાઇ કુંભાભાઇ કંડોરીયાની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરીને આજે કોર્ટમાં રજૂ કરવા કાર્યવાહી કરી છે.

પકડાયેલા આરોપીમાં આપના યુવા નેતા બિંદેશ માંડણ ભોચીયા હોય આપના નેતાઓમાં રોષ સાથે આ બાબતે લડતના મંડાણ થાય તો નવાઇ નહીં.

(1:58 pm IST)