Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

જાફરાબાદથી 50 નોટિકલ માઈલ દૂર ફરી ખલાસીનો અકસ્માત:કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની મદદથી કરાશે

બોટની એંકર વાગી જવાના કારણે ખલાસીને ગંભીર ઇજા

અમરેલી જિલ્લાના જાફરાબાદથી 50 નોટિકલ માઈલ દૂર ફરી ખલાસીનો અકસ્માત  થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બોટની એંકર વાગી જવાના કારણે ખલાસીને ગંભીર ઇજા થઈ હતી. મધ દરિયે ગંભીર સ્થિતિમાં હોવાને કારણે કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી છે. પોરબંદર કોસ્ટગાર્ડની ટીમ હેલિકોપ્ટર મારફતે મધ દરિયે રવાના થઈ હતી. ખલાસીને બચાવવા માટે કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવશે. મહત્વનું છે કે, હેલિકોપ્ટર સાથે પીપાવાવ કોસ્ટગાર્ડની શિપ પણ બચાવવા થોડીવારમાં રવાના થશે. 2 દિવસ પહેલા એક ખલાસીનું મધ દરિયામાં મોત થયુ હતુ આજે ફરી ત્રીજી ઘટના બની છે.

 બે દિવસ પહેલા પણ દરિયામાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક માછીમારનું મોત થયું છે. માછીમારી સમયે અકસ્માત થતાં સાત માછીમારોમાંથી એકનું મોત થયું હોવાની ઘટના સામે આવી હતી. બનાવની વાત કરીએ તો સાત માછીમારો જાફરાબાદ દરિયામાં માછીમારી કરવા માટે ગયા હતા. જે દરમિયાન બોટમાં બોથડ પદાર્થ અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેની જાણ પીપાવાવ કોસ્ટગાર્ડને કરવામાં આવી હતી. જો કે કોસ્ટગાર્ડની ટીમ પહોંચે તે પહેલા જ બોટમાં સવાર સાત માછીમારોમાંથી એકનું મોત થયું હતું.

(8:42 pm IST)