Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

માળીયા: કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતો આરોપી ઝડપાયો: એક લાખથી વધુનો મુદામાલ જપ્ત .

માળીયામાં માળિયા કચ્છ નેશનલ હાઇ-વે ચેક પોસ્ટ પાસે કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતો શખ્શ ઝડપાયો છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા પોલીસની ટીમ માળિયા કચ્છ નેશનલ હાઇ-વે ચેક પોસ્ટ ઓનેસ્ટ હોટેલ પાસે પેટ્રોલિંગમાં હતી. એ સમયે આરોપી પરેશભાઇ કાંન્તીલાલ રાણા પોતાના હવાલા વાળા વાહન ટાટા માંન્જા કાર રજી નં-GJ-૦૬-DQ-૩૬૫૬ વાળી કારમાં પર નીકળતા પોલીસે તેને અટકાવી તેની તલાશી લેતા ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારૂ ૭૫૦ ML કિ.રૂ.૩૦૦ ને વેચાણ કરવાના રાખી ઈરાદે હેરાફેરી કરતો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે ઈંગ્લીશ દારૂ અને ટાટા માંન્જા કાર કિ.રૂ।–૧,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ।–૧,૦૦,૩૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.

(11:58 pm IST)