Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

કોડીનારના જંત્રાખડી ગામે 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા : કેશોદમાં સર્વ સમાજ દ્વારા મામલદારને આવેદન આપ્યું.

કેશોદમાં પણ રાજપુત કરણી સેનાની આગેવાની હેઠળ દશનામ ગોસ્વામી સમાજ ખાતે ભેગા મળીને શ્રધ્ધાંજલી સભા યોજ્યા બાદ મોટી સંખ્યામાં બાઈક રેલી યોજી

  કેશોદ.કોડીનારના જંત્રાખડી ગામે થોડા દિવસો પહેલાં એક 8 વર્ષની બાળકી પર એક નરાધમે દુષ્કર્મ આચરી હત્યા કરી હતી આ બનાવને લઇને સમગ્ર ગુજરાતમાં રોષ જોવા મળી રહ્યો છે અને ઠેરઠેર આરોપીને કડકમાં કડક સજા મળે અને ત્વરિત ન્યાય મળે તેવી માંગ ઉઠી રહી છે ત્યારે કેશોદમાં પણ રાજપુત કરણી સેનાની આગેવાની હેઠળ પહેલાં દશનામ ગોસ્વામી સમાજ ખાતે ભેગા મળીને શ્રધ્ધાંજલી આપી સભા યોજવામાં આવી હતી અને ત્યાર બાદ એક મોટી સંખ્યામાં બાઈક રેલી યોજી કેશોદ તાલુકા સેવા સદન ખાતે તમામ સમાજનાં લોકો દ્વારા મામલતદારને આવેદન પત્રો આપવામા આવ્યા હતા અને આરોપીને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી અને નરાધમને ફાંસી જ આંપો તેવા સુત્રોચાર સાથે આવેદન પત્રો આપવામા આવ્યા હતા આ રેલીમાં રાજપુત સેવા સમાજ. રાજપુત યુવા સંઘ. કાઠી ક્ષતીય સમાજ. સાધુ સમાજ.રામાનંદી સાધુ સમાજ.રામાનંદી નવનિર્માલ સેના. આહીર સમાજ. સમસ્ત બ્રહ્મ સમાજ. વાણંદ સમાજ. ભારત વિકાસ પરિષદ. બજરંગ દળ. સમસ્ત મુસ્લીમ સમાજ. સમસ્ત લોહાણા સમાજ. સમસ્ત કોળી સમાજ. સમસ્ત પાટીદાર સમાજ.રામાનંદી જ્ઞાતિ ઉત્કર્ષ મંડળ. સમસ્ત રાજ્પુત કારડીયા સમાજ.. ભારતીય જનતા પાર્ટી પરીવાર. કોંગ્રેસ પાર્ટી પરીવાર. આપ પાર્ટી પરીવાર. સમસ્ત રબારી સમાજ. સમસ્ત ભોઈ સમાજ. સોરઠીયા પ્રજાપતી સમાજ. મહેર સમાજ. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ. મોચી સમાજ. વાંજા જ્ઞાતિ સમાજ. દ્વારા મોટી સંખ્યામાં બાઈક રેલી યોજી માલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને નરાધમને ફાંસી સજા મળે તેવી માંગ કરી હતી.

(11:54 pm IST)