Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

મોરબી: દેશી દારૂનું વેચાણ કરતા 4 શખ્શો રંગેહાથ ઝડપાયા.

જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડ્યા

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે. જ્યાં મોરબીમાં દેશી દારૂ વેંચતા 4 શખ્શો ઝડપાયા છે.

પ્રથમ કિસ્સામાં મોરબીમાં આરોપી કરશનભાઈ ભલાભાઈ વાજેલીયા નીચીમાંડલ-રાતાભેર રોડ ઉપર પવનચકકી પાસે પોતાના કબ્જામાં પ્લા.ના બાચકામાં દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ-૬૫ દેશીદારૂ લી-૧૩ કિ.રૂ. ૨૬૦ નો વેંચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો

 . બીજા કિસ્સામાં મોરબીમાં આરોપી જગદીશભાઇ હમીરભાઇ સુમેસરા રફાળેશ્વર ગામે આંબેડકરનગર શેરી નં.૩ પાસે, જાહેરમાં પોતાના કબ્જામાં પ્લા.ના બાચકામાં દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ-૨૦ દેશીદારૂ લી-૦૪ કિ.રૂ.૮૦/- નો વેંચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો.

ત્રીજા કિસ્સામાં મોરબીમાં મહિલા આરોપી  સોનલબેન ઉર્ફે સોમી મહેશભાઇ ઇન્દરીયા જાંબુડીયા ગામની સીમ, બેલ લેમીનેટ કારખાના પાસે, જાહેરમાં, પોતાના કબ્જામાં પ્લા.ના બાચકામાં દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ-૩૦ દેશીદારૂ લી-૦૬ કિ.રૂ. ૧૨૦/- નો વેંચાણ કરવાના ઇરાદે રાખી મળી આવી હતી. ચોથા કિસ્સામાં મોરબીમાં આરોપી કરશનભાઈ લક્ષ્મણભાઈ બાંભણીયા  વજેપર શેરી નં.૧૩ ના ખુણે  પોતાના કબ્જામાં વેચાણ કરવાના ઇરાદે દેશી દારૂ લી.૩ કી. રૂ.૬૦/- નો રાખી મળી આવ્યો હતો.
આ 4 કિસ્સામાં પોલીસે પ્રોહીકલમ-૬૫-એ-એ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:12 pm IST)