Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

દ્વારકા જગત મંદિર શિખર ઉપર લાઇટીંગ અરેસ્‍ટર મુકવાની મંજુરીમાં પુરાતત્‍વ વિભાગના ઠાગા ઠૈયા

દેવસ્‍થાન સમિતિના વહીવટદારએ મંજુરી માટે ઉઠાવી માંગ : અરેસ્‍ટર સીસ્‍ટમથી શિખરને વિજળીથી સુરક્ષીત રાખી શકત

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા,તા. ૨૦ : દેશના પ્રમુખ યાત્રાધામ દ્વારકા મંદિરના શિખર ઉપર ગત વર્ષ ભારે વરસાદ સાથે ધ્‍વજા દંડ ઉપર વિજળી પડતા બાદ શિખરની સુરક્ષા માટે લાઇટીંગ અરેસ્‍ટર સીસ્‍ટમ મુકવા માટે દેવસ્‍થાન સમિતિ એ આઠોલોજીની પરમીશન માંગી છે. આ મંજુરી માટે વિભાગ દ્વારા લાંબી પ્રક્રિયા કરી મંજુરીમાં વિલંબ કરતા વરસાદની સીઝનમાં ફરી થતી કુદરતી ઘટના સામે મુશ્‍કેલી સર્જાય તેવું લાગી રહ્યુ છે.

દ્વારકાધીશનું શિખર જમીન લેવલથી એકસો પચાસ ફુટની ઉંચાઇ સાથે સાત સજલાનું અદભુત કલાકૃર્તિ અને શિલ્‍પ કલાનું અદભૂત નમૂનો છે. કરોડો ભકતોની આસ્‍થાના પ્રતિક સમાન આ મંદિર શિખર પાંચ હજાર વર્ષનું પ્રાચીન તીર્થ ધરાવે છે.

કુદરતી આપતિમાં ગત વર્ષ જગત મંદિરના ધ્‍વજાજી દંડ ઉપર ભારે વરસાદના સમયમાં વિજળી પડતા ધ્‍વજાજી દંડને નુકશાન થયું હતું. આમ આ અકસ્‍માતથી બચવા દેવસ્‍થાન સમિતિ દ્વારા સુરક્ષાના ભાગરૂપે લાઇટીંગ એરેસ્‍ટર સીસ્‍ટમ સુરક્ષાા સુવિધા ઉભી કરજા દેવસ્‍થાન સમિતિ દ્વારા આઠોલોજીની મંજુરી માંગી છે. પરંતુ જડતા ભર્યા નિયમો અને લાંબી પ્રક્રિયા વચ્‍ચે મંજુરીનો પ્રશ્‍ન હાલ પડતર હોય જે મંજુરી વહેલાસર થાય તો આગામી ચોમાસામાં સંભવિત દુર્ઘટનાને ટાળી શકાય આમ ભકતોની શ્રધ્‍ધા આસ્‍થાના જગત મંદિરના ઉપરોકત પ્રશ્‍ને આઠોલોજી કામ વહેલાસર મંજુરી આપે તેવી માંગ ઉઠી છે.

(10:09 am IST)