Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

વીજળી પડતા મહુવાના મોટીજાગધાર ગામે કાકા - ભત્રીજાના મોત : મહિલા સારવારમાં

ભાવનગરમાં બપોરે મેઘરાજાની ધમાકેદાર એન્‍ટ્રી : બપોરે મુશળધાર વરસાદ તૂટી પડયો : નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાઇ ગયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૦ : ભાવનગર શહેર અને જિલ્લામાં કાલે બપોરે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. શહેરમાં એક ઇંચ જેટલો અને ગ્રામ્‍ય પંથકમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. ભાવનગરના મહુવાના મોટી જાગધાર ગામે વીજળી પડતા કાકા- ભત્રીજા નુ મોત નીપજયું છે જયારે પરિવારની મહિલા અને હોસ્‍પિટલ ખસેડેલ છે.

ગોહિલવાડ પંથકમાં કાલે રવિવારે બપોરે મેઘરાજાની ધમાકેદાર એન્‍ટ્રી થઈ હતી. બપોરે એક વાગે શહેરમાં મુશળધાર વરસાદ તૂટી પડયો હતો અને શહેરના નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાઇ ગયા હતા. વરસાદને કારણે બાળકો- યુવાનો વરસાદમાં નહાવા રસ્‍તા ઉપર નીકળી પડ્‍યા હતા. શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે.

જયારે ભાવનગર જિલ્લાના ઉમરાળા, મહુવા અને જેસર, પંથકમાં અડધો અડધો ઈંચ વરસાદ પડ્‍યો છે. ગ્રામ્‍ય વિસ્‍તારમાં વરસાદ પડતાં ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઇ છે.

ભાવનગર જિલ્લાના મહુવાના મોટીજાગધાર ગામે કાલે બપોરે વરસાદ દરમિયાન વીજળીᅠ પડતા મોટીજાગધાર ગામના સંજયભાઈ ભુપતભાઈ મકવાણા (ઉં.વ.૨૬) તથા તેના ભત્રીજા રવિ રાજુભાઈ મકવાણા (ઉં.વ. ૧૧)નું મોત નીપજયું હતું. જયારેᅠ બાલુબેન ભુપતભાઈમકવાણા (ઉં.વ. ૫૨)ને સારવાર માટે હોસ્‍પિટલ ખસેડાયો છે. કાકા ભત્રીજાના મોત નીપજતાંᅠ મોટીજાગધાર ગામે શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

(11:22 am IST)