Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

કાલે વાંકાનેર નગર પાલિકાની ખાસ સાધારણ સભા

પાલિકા પ્રમુખ જયશ્રીબેન સેજપાલ લાંબા સમયથી રજા ઉપર છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર,તા. ૨૦ : પાલીકાને વહિવટી અને નાણાકીય પરિસ્‍થિતી અંગે ગુજરાત રાજ્‍યપાલશ્રીના હુકમથી અને નાયબ સચિવ (શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે) ગત તા. ૧૩/૬ ના રોજ પાઠવેલ નોટીસમાં આગામી તા. ૨૮/૬ સુધીમાં લેખિત જવાબ () માણસ સાથે આ વિભાગને પહોંચાડવાનું કહેલ હોય તથા વાંકાનેર પાલિકા સુપર સીડ થવાના ભણકારા વાગતા હોય એવા સમયે જ વાંકાનેર નગરપાલિકાની ખાસ સાધારણ સભાનું આયોજન કાલે તા. ૨૧/૬ સાંજે કરાયું છે.

જેમાં અગાઉના મિટીંગના પ્રોસીડીંગને બહાલી આપવા તથા પ્રમુખશ્રીની આવક બુકના હુકમોને બહાલી આપવા તથા ગુજરાત નગરપાલીકા અધિનિયમ ૧૯૬૩ ની કમલ ૫૩,૫૪,૫૫ અને ૫૬ની જોગવાઇ મુજબ નગરપાલીકાના વહિવટ માટે વિવિધ કમિટીઓની રચના કરવા સહિતના હેતુઓની કમીટીઓ રચવાની છે. ત્‍યારે ૨૦૨૧માં સમિતીઓની રચના કરવામાં આવેલ તેની મુદત લાંબા સમયથી પુરી થઇ ચુકી હોવા છતાં હાલમાં ખાસ સાધારણ સભા બોલાવીને અને તે પણ પ્રમુખશ્રીની ગેરહાજરીમાં ઇન્‍ચાર્જ પ્રમુખ ધર્મેન્‍દ્રસિંહ જાડેજાએ બોલાવી છે તે અંગેની ચર્ચાઓ વાંકાનેર શહેરના દરેક વિસ્‍તારમાં થઇ રહી છે.

ઉપરોકત ખાસ સામાન્‍ય સભા બોલાવવાનો હેતુ માત્રને માત્ર ચૂંટાયેલા કાઉન્‍સીલરોને ગુમરાહ કરવાનો છે તેવું ચર્ચાઇ રહ્યુ છે તારીખ ૧૭/૬/૨૨ના આ ખાસ સાધારણસભાના એજન્‍ડા બાદ તા. ૧૮/૬/૨૨ના એજન્‍ડામાં નગરપાલીકાની સાધારણ સભા આગામી તા. ૨૭/૬/૨૨ના રોજ સવારે ૧૧ વાગ્‍યે ટાઉનહોલ શોપીંગ સેન્‍ટરમાં યોજવામાં આવેલ છે. જે એજન્‍ડામાં અગાઉની મિટીંગના પ્રોસીડીંગને બહાલી આપવા બાબત પ્રમુખના આવકબુકના હુકલોને બહાલી આપવા બાબત, ગુજરાત સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના પત્ર ક્રમાંક નપલ/૪૫૨૦૨૨/૧૪૪૨/મ તા. ૧૩/૬/૨૨થી પાલીકાની ચૂંટાયેલી પાંખને આપવામાં આવેલ કારણદર્શક નોટીસનો લેખિત ખુલાસા રૂપે યોગ્‍ય ઠરાવ કરવા બાબત તથા આ સિવાય અધ્‍યક્ષસ્‍થાનેથી જે પ્રશ્‍નો રજુ થાય તે બાબતોએ આ સાધારણસભામાં ભારે ગરમાવો જોવા મળશે તેવું જાણવા મળે છે.

ન.પા.માં હાલ પ્રમુખ-ઉપપ્રમુખ સહિત ૧૪ જેટલા સભ્‍યો ભાજપમાંથી રાજીનામા આપી પાલીકાનો વહિવટ ચલાવે છે જ્‍યારે ૧૦ ભાજપના સિમ્‍બોલવાળા સભ્‍યો પાલીકાની બોડીને સાંઠગાંઠથી () છે. જ્‍યારે બીએસપીના ૪ સભ્‍યો યેનકેન પ્રકારે આ () સહયોગ આપે છે.

(11:32 am IST)