Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ગોંડલમાં ધડુક પરિવાર દ્વારા પુષ્‍ટિ મનોરથ કાર્યક્રમ યોજાયો

(અશોક જોષી દ્વારા) ગોંડલ તા. ર૦ : કનુભાઇ કેશવજીભાઇ ધડુક તથા નિલેશભાઇ ધડુક પરીવાર દ્વારા પુષ્‍ટિમાર્ગીય આચાર્ય શ્રી હરીરાયજી મહોદયશ્રીના સાંનીધ્‍યમાં એમના નિવાસ્‍થાને મનોરથના ઉપલક્ષ્માં ગૌપુજન ગિરીરાજપુજન શ્રી યમુનાજીના સામૈયા, આચાર્યશ્રીના સામૈયા, ઠાકોરજીના પલનાનંદઉત્‍સવ, વધાઇ કીર્તન, સઘનકુંજદર્શન શ્રી યમુનાજીના લોટીજી ઉત્‍સવ, તેમના ગૌલોકવાસી વડીલોની માળા પહેરામણી, મહારાસ, મહારાજશ્રીના વચનામૃતનો કાર્યક્રમો યોજાયા હતા.

ગામના તેમજ બહારગામના વૈષ્‍ણવોએ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી દિવ્‍યદર્શન તેમજ મહાપ્રસાદ યમુનાપાન સાથે લાભ લીધેલ મનોરથમાં દામજીભાઇ મરજાદીવંદ પુષ્‍ટિમર્ણીય કિર્તનવૃંદ કમલેશભાઇ બાંગાવાળા તેમજ સ્‍થાનીક કિર્તન મંડળ વૃંદ દ્વારા પ્રભુગુણગામ દ્વારા રાસનો લાભ આપ્‍યો હતો મનોરથની સાંજ-સજાવટ સંચાલન વિઠ્ઠલભાઇ ધડુક, સાગરભાઇ, પ્રવિણભાઇ રૈયાણી, મુકેશભાઇ ભાલાળા, તથા તેમના સાથીવૃંદે જહેમત ઉઠાવેલ આ પ્રસંગે પુ. મહારાજશ્રીએ આપના વચનામૃતમા ઉપસ્‍થિત સૌને દિવ્‍યમનોરથ વૈષ્‍ણવોને પ્રભુના દર્શન, યમુના પાન, મહાપ્રસાદનું મહાતમની સમજ સાથે જીવનમાં સત્‍સંગ બાલસંસ્‍કારની રીત અને તેનો જીવનમાં પ્રભાવ વિશે સમજ આપેલ. આ પ્રસંગે સાંસદસભ્‍ય રમેશભાઇ ધડુક સમાજના અગ્રણી વિઠ્ઠલભાઇ, ધીરૂભાઇ દેસાઇ, પ્રવિણભાઇ માકડીયા, ધનસુખભાઇ  નંદાણીયા ખાસ ઉપસ્‍થિત રહીમનોરથી પરીવારનું સન્‍માન સ્‍વીકારી પરીવારને શુભેચ્‍છાસહ અભિનં઼દન પાઠવ્‍યા હતા.

(11:32 am IST)