Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

વડિયાના છેવાડાના લુણીધાર રેલવેનું ઈ લોકાર્પણ કરતા મોદી

વડિયા,તા.૨૦ :  વડિયા તાલુકાના લુણીધાર ખાતે આજે સાંસદ નારણભાઇ કાછડીયા દ્વારા ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં માટે લીલી ઝંડી આપવામાં આવી હતી

રેલ્વે અધિકારી ગીડા ,અને એડી આર એમ  વડિયા કુંકાવાવ તાલુકા ભાજપ કાર્યકરો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જીલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા જીલ્લા ભાજપ  પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા ડૉ ભરત કાનાબાર જીલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ રાંક તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અટાળા શૈલેષ ઠુંમર સહિતના કાર્યકરોએ રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહી કાર્યકમ ને સફળ બનાવ્યો હતો આ તકે સાંસદ નારણભાઇ કાછડીયા એ જણાવ્યું હતું કે લુણીધારથી થી ભાવનગર દરરોજ ટ્રેન વ્યવહાર આજથી શરૂ કરવામાં આવી છે

  છેલ્લા બે ત્રણ વર્ષથી ઢસા અને જેતલસર વચ્ચે મીટરગેજને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાનું કામ ચાલુ છે. જેનુ ઢસા થી લૂણીધાર સુધીનું કામ સંપૂર્ણપણે થઈ ગયેલ છે. 

ભાવનગરથી લુણીધાર વચ્ચેની લોકન ટ્રેન શરૂ  છે.  આ સુવિધાથી  ઘણા મુસાફરોને ભાવનગર અને વચ્ચે આવતા ગામે જવા માટે મદદ કરશે.

 જેનુ સમયપત્રક નીચે મુજબ રહેશે..

ભાવનગરથી લુણીધાર

૧. )સવારે ૫ : ૦૦ કલાકે ભાવનગર થી ઉપડશે અને સવારે ૭:૩૫ કલાકે લુણીધાર પહોંચશે.

 ૨.)બપોરના ૨:૨૦ કલાકે ભાવનગર થી ઉપડશે અને બપોરના ૧૬:૫૦ કલાકે લુણીધાર પહોંચશે.

લુણીધારથી ભાવનગર

૧. સવારે ૧૦ૅં૦૦ કલાકે લુણીધારથી ઉપડશે અને બપોરના ૧૨:૩૦ કલાકે ભાવનગર પહોંચશે.

 ૨. સાંજના ૦૭:૩૫ કલાકે લુણીધારથી ઉપડશે અને રાત્રીના ૧૦:૩૫ કલાકે ભાવનગર પહોંચશે.

 આ ટ્રેન ચિતલ, ખિજડિયા જં, લાઠી, ઢસા જં, જાળિયા, ધોળા જં, સણોસરા, સોનગઢ, શિહોર જં, ખોડિયાર મંદિર (રાજપરા), વરતેજ, ભાવનગર પરા સ્ટેશનો પર ઊભી રહેશે..

(11:55 am IST)