Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

મોણપરના જંગલમાં ખનીજ ચોરી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૦:ચોટીલાના આણંદપુર વિસ્તારના મોણપર જંગલમાં ગેરકાયદેસર માટી ખોદકામની બાતમી મળી હતી.આથી ફોરેસ્ટ વીભાગ ટીમે દરોડો કરી પાંચ શખ્સોને ૪ ટ્રેકટર, ૧ જેસીબી મશીન સહિત મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં ફોરેસ્ટ વિભાગના જંગલ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા માટે વનવિભાગ તંત્રએ સૂચના આપી હતી. આથી ફોરેસ્ટ વિભાગ ટીમે તપાસ હાથ ધરી હતી. તે દરમીયાન ચોટીલા રેન્જના ચોટીલા રાઉન્ડના આણંદપુર બીટમાં મોણપર જંગલની અંદર ગેરકાયદેસર પ્રવેશ કરી ગેરકાયદે માટી ખોદકામ થતું હોવાની બાતમી મળતા ચોટીલા રેન્જ સ્ટાફ એન.પી.રોજાસરાં ફોરેસ્ટર એન.એમ.પંપાણીયા વન રક્ષક એમ કે ડાભી વન રક્ષક બી.બી.ખાચર પોહચી તપાસ હાથ ધરતા ત્યાં મશીનની મદદથી ગેરકાયદેસર માટી ખનનચાલતું જણાયું હતું.

આથી સુભાષ કુમાર, ધોળકિયા પાચાભાઈ, મકવાણા રોહિતભાઈ, ધોળકિયા શૈલેષભાઇ અને રોજસારા અશોકભાઈને ૪ ટ્રેકટર અને ૧ જેસીબી મશીન સહિતના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:57 am IST)