Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ચોટીલામાં દારૂ રીક્ષામાં લઇ આવતા ચાર ઝડપાયા

દેશીના હાટડા અને ઇંગ્લીશની હોમ ડીલીવરીની ચેઇન તોડવા સખ્તાઈ ની જરૂરીયાત!

 પોલીસે ઓટો રીક્ષામાં પકડેલ ઇગ્લીશ નો જથ્થો તથા આરોપીઆ(ે તસવીરઃ હેમલ શાહ)

 ચોટીલા,તા.૨૦ :   પેટ્રોલીંગ દરમ્યાન હકિકત મળેલ કે પાચવડા તરફથી ચોટીલા એક રીક્ષા માં દારૂ આવે છે બાતમીનાઆધારે ઘ્ફઞ્ રીક્ષા રજી.નંબર જીજે - ૧૩ - એવી - ૩૫૪૬ ને અટકાવી તલાશી લેતા ( ૧ ) વિપુલભાઈ ભરતભાઈ સાકરીયા  ત.કોળી ઉ .વ .૨૭ ધંધો.રીક્ષા ડ્રાઈવિંગ રહે,થાનરોડ પોસ્ટ ઓફિસ વાળી શેરી ( ૨ ) હરદેવ ઉર્ફે ડાગલો વિનુભાઈ સંધાલ  રાવળ ઉ.વ .૨૫ ધંધો મજુરી રહે, શાસ્ત્રીનગર ( ૩ ) સંજયભાઈ રાજુભાઈ ચૌહાણ  ત.કોળી ઉ.વ .૨૩ ધંધો અભ્યાસ રહે થાનરોડ ેસ.બી.આઈ. બેન્ક પાછળ  ( ૪ ) રાજુમાઈ શાંતિભાઈ રાઠોડ  ત.કોળી ઉ.વ .૨૫ ધંધો , મજુરી રહે, થાનરોડ પાજરાપોળ પાસે વાળા રોયલ બુલેટ મોલ્ટ વ્હીસ્કી ના ચપલા નંગ -૮૮ તથા હંટર સ્ટ્રોંગ બીયર ટીન નંગ ૪૦ મળી કુલ કિ.રૂ .૧૨,૮૦૦ / -નો ભારતીય બનાવટનો પર-ાંતિય ઈંગ્લીશ દારૂનો જથ્થો તથા ઘ્ફઞ્ રીક્ષા કિ.રૂ .૫૦,૦૦૦ / તથા ત્રણ મોબાઈલ ફોન કિ.રૂ .૧૫,૦૦૦ / - મળી કુલ કિ.રૂ .૭૭,૮૦૦ / -ના મુદામાલ સાથે મજકુર આરોપીઓ પકડાઈ આવતા તમામ મુદ્દામાલ કબ્જે કરી મજકુર આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરેલ છે.

આ રેઇડ ની કામગીરીમાં એ.એસ.આઇ. કે.એચ.ચાવડા પો.કોન્સ વજાભાઈ સાનિયા, કમલેશભાઈ પરાલીયા , ઉમેશભાઈ કટેસીયા સહિત સ્ટાફ ના માણસો રોકાયેલ છે.

અંત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં અનેક ઠેકાણે દેશી દારૂની હાટડીઓ ટાઇમ ટેબલ મુજબ ચાલતી હોવાનું તેમજ ઇગ્લીશ નો વેપલો ગલ્લી મહોલ્લામાં અને હોમ ડીલીવરી સાથે ચલાવાતો હોય તેવી ચર્ચા છે ત્યારે દારૂ અંગે શહેરમાં બાતમીદારો ગોઠવી સખ્તાઈ લાવવાની જરૂરીયાત ઉઠી છે.

(12:19 pm IST)