Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

સુરેન્દ્રનગર જીલ્લાના ૩૨ ASI PSI પ્રમોશન

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૦:  રાજયમાં પોલીસ ખાતામાં મોડ ૩ના એએસઆઇને પ્રમોસન આપવા માટે ખાતાકીય પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં રાજયમાંથી કુલ ૪૫૫ એએસઆઇએ પરીક્ષા પાસ કરતા તેમને પીએસઆઇના પ્રમોશન આપવામાં આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના કુલ ૩૨ એએસઆઇને પીએસઆઇના પ્રમોશન મળ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ ખાતામાં ફરજ બજાવતા હોય અને મોડ ૩ની પરીક્ષા આપીને જે ૩૨ એઓસઆઇ પીએસઆઇ બન્યા છે.તેમાં ડાયાલાલ પટેલ, દશરથસિંહ વાઘેલા, સલીમબક્ષ ઘોરી, સવજીભાઇ દાફડા, યોગેન્દ્રસિંહ ચુડાસમા, પ્રવીણભાઇ આલ, વીરેન્દ્રસિહ જાડેજા, દેવીસંગ ચૌહાણ, ડાયાલાલ સુમેરા, મગનલાલ રાઠોડ, ગોલતર ભૂપેન્દ્રકુમાર, પરસોતમભાઇ વાણીયા, મૂળજીભાઇ વાઘેલા, બાલજીભાઇ પરમાર, ચેતનપુરી ગોસાઇ, સૈયદ સબાનાબેન, દલસુખભાઇ મહેરિયા, સોલંકી હમીરભાઇ, સોલંકી મહિપતસિંહ, જયેશભાઇ પટેલ, ઇન્દ્રસિંહ રાણા, મયુરધ્વજસિંહ ઝાલા, રાજેશકુમાર ચાવડા, પરમાર કિશોરસિંહ, હરદેવસિંહ ઝાલા, સહદેવસિંહ ઝાલા, જાડેજા સંજયસિંહ, રાજપરા મનસુખભાઇ, જાડેજા દિગ્વિજયસિંહ, મસાણી રાજેન્દ્રસિંહ, રેખાબેન માલકિયા સહિતના એએસઆઇને પીએસઆઇના પ્રમોશન આપવામાં આવ્યા છે. થોડા દિવસોમાં સરકાર આ તમામ પ્રમોશન મેળવનારને અન્ય જિલ્લામાં પોસ્ટિંગ આપશે.

(12:24 pm IST)