Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ઉના માર્કેટીંગ યાર્ડમાંથી પોણા લાખના તલની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

ઉના તા.ર૦ : માર્કેટીંગ યાર્ડમાં (તલ ૭૦૦ કિલો) કિ. રૂા.૭૪૦૦૦ ચોરી કરી જનાર કાનજી અરજણ સોલંકીને પોલીસે પકડી પાડેલ છે.

પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવાર જુનાગઢ રેન્જ જુનાગઢ તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ સાહેબ ગીર સોમનાથ વેરાવળ વિભાગ, વેરાવળનાઓના માર્ગદર્શન હેઠળ પો. ઇન્સ. એમ.યુ.મસી.ની સુચના મુજબ સર્વલન્સ સ્કોડના પો. હેડ કોન્સ. એ.પી.જાની તથા પી.પી.બાંભણીયા તથા નિલેષભાઇ છગનભાઇ તથા પો. કોન્સ. ભીખુશા બચુશા તથા જસપાલસિંહ પ્રતાપસિંહ તથા ધર્મેન્દ્રસિંહ હરાજભાઇ તથા વિજયભાઇ હાજાભાઇએ રીતેના પો.સ્ટાફના માણસો સાથે ઉના પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

તે દરમિયાન પો. હેડ કોન્સ. પી.પી.બાંભણીયા તથા નિલેશભાઇ છગનભાઇ તથા પો. કોન્સ. ભીખુશા બચુશાનાઓની સંયુકત બાતમી આધારે હકિકત મળેલ કે, ઉના પો. સટે. કલમ ૩૭૯ મુજબના ગુન્હામાં ફરીયાદીના તલના ૧પ બાચકા જે આ.૭૦૦ કિલો જેની કિં. રૂા.૭૪૦૦૦ના મુદામાલ આ કામના આરોપી તોાના કબજાની બોલેરો પીકપ નં.જી.જે.૦૧.ઇટી-૪૮૬૮માં લઇ ચોરી કરી લઇ ગયેલ હોય જે હાલ રામેશ્વરથી ગાંગડા જતા રોડ ઉપર હોય હકિકત વાળી જગ્યાએ  જતા પીકઅપ બોલેરો સાથે એક ઇસમ હાજર હોય જેનું નામ પુછતા કાનજીભાઇ અરજણભાઇ સોલંકી કારડીયા રાજપુત (ઉ.વ.પર) ધંધો વેપાર રહે. સારસવા વનધારાનો પા. તા. વેરાવળ હોય અને પીકઅપમાં ચેક કરતા તલ ભરેલ બાચકા નંગ-૧પ તલ આ ૭૦૦ કિલો હોય જેની કિ. રૂા.૭૪૦૦૦ તથા બોલેરોની કિં. રૂા.૧,૦૦,૦૦૦ની મળી કુ. રૂા.૧,૭૪,૦૦૦ના મુદામાલ સાથે મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી ગણતરીની કલાકોમાં ચોરીનો ગુન્હો ડીટેકટ કરી સારી કામગીરી કરેલ છે. તપાસ પો. હેડ કોન્સ પી.પી.બાંભણીયા ચલાવી રહેલ છે

(12:34 pm IST)