Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

પોરબંદરઃ ભાર વિનાના ભણતરની વાતો માત્ર હવામાં !

ચારથી પાંચ કિલો વજન ધરાવતા પાઠય પુસ્‍તકો સાથેના દફતરનો ભાર કુમળી વયના બાળકો ઉપાડી શકે નહીં : વજનદાર દફતર સાથે બાળકને સ્‍કુલે મુકવા અને તેડવા વાલીઓને સાથે રહેવુ પડે છેઃ શૈશવ કાળમાં બાળકને ભણવાના ભારથી વધતો માનસીક તણાવ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૦: ગુજરાત પુર્વ શિક્ષણ મંત્રી અને ત્‍યાર બાદ રાજયના મુખ્‍યમંત્રીશ્રી વર્તમાન રાજયપાલશ્રીના પદ ઉપર બિરાજમાન  આનંદીબેન પટેલે ભાર વગરના ભણતરના સુત્ર સાથે ગુજરાતની શિક્ષણ પધ્‍ધતીમાં ફેરફાર કર્યો. ભાર વગરના ભણતરનું સુત્ર હોવાના તરંગોમાં ઘુમરા મારે છે. દિન પ્રતિદિન ભારવાળુ અને અવૈદ્ય રીતે શિક્ષણ ભાર વધતો જાય છે. માત્ર કે.જી. જેવા પ્રામીક તબક્કામાં ૪ થી પ વરસના ભુલકા પર ભણતરનો અસહ્ય બોજો સહન કરવો પડેેે. તેનો શૈશવ કયાં પસાર થાય છે. તે મોટા પ્રશનાર્થ સાથે આヘર્યતા અનુભવે છે.

ચારથી પાંચ કિલો ભજન ધરાવતા પાઠય પુસ્‍તકનો કુમળી વયનો બાળ વિદ્યાર્થી પુસ્‍તકનો બોજો ઉપાડી શકે નહી. જેથી તેમના કુટુંબના કોઇ પણ સભ્‍ય આ પુસ્‍તક દફતર લઇ સગીર વિદ્યાર્થી બાળકને દફતર  સાથે મુકવા તેડવા જવુ પડે. શાળાએથી આવ્‍યા બાદ પણ બાળક હળવાશ અનુભવતુ નથી. માનસીક તનાવ અનુભવે છે.

શૈશવ કાળ શું છે તે પણ પ્રશ્નાર્થ  જયારે માતા-પિતા વાલી કે બાળકની સાર સંભાળ રાખનાર ઇષ્‍ટમિત્ર પોતાની દેખરેખમાં સાર સંભાસળમાં રહેતા બાળ વિદ્યાર્થી કેમ સારો નંબર મેળવે તેની ફીકરમાં કુમળી વગયના બાળ વિદ્યાર્થી જાણતા અજાણતા માનસીક તનાવ અનુભવતા વિકાસ કરી શકતો નથી. આરામ કરવા માટેની સમસ્‍યા કેટલાક બાળ વિદ્યાર્થીની માનસીકતા અંગેની ફરીયાદ ? શિક્ષણ સ્‍તર ઉચ્‍ચુ લાવવા ભાર વગરના ભણતરનું સુત્ર નિષ્‍ફળ પુરવાર થયેલ છે.

આફ્રિકન પ્રમુખ નેશનલ મંડેલાના શબ્‍દો અહી સાર્થક થતા જણાય છે ક જેનું દેશનું શિક્ષણ નબળુ તે દેશ અતિ નબળો રહે અહી દેશના રાજયનું શિક્ષણ નબળુ તે રાજય અતિ નબળુ ભાવી પેઢીનું ભવિષ્‍ય પણ નબળુ આવી વ્‍યકિત દેશની કે રાજયની ધુરા સંભાળે તો કઇ સ્‍થિતિ અનુભવવી પડે. વિકાસ સમૃધ્‍ધી હાલ એક તરફ રાખીએ પરંતુ ર૭ સતાવીસ વરસથી ગુજરાતમાં ભાજપ સરકાર શાસનમાં છે. વિકસીત ઔદ્યોગીક ેેેકૃષીપ્રધાન તથા મત્‍સ્‍ય ઉદ્યોગ સાથે સંકળાયેલ હોવા છતા શિક્ષણ ક્ષેત્રે આપણું ગુજરાતી તરીકે ગૌરવભેર શરૂ ઉંચુ રાખી શકતા નથી અને તે શકિત ભાજપ સરકારે હણી લીધી છે છતા સરકારને કોઇ ચિંતા નથી માત્ર માણસો જનમેદની ભેગી કરી તાળીઓના ગડગડાટ વચ્‍ચે ઉચ્‍ચ સ્‍વરે બોલવાથી ધ્‍યેય અને સિધ્‍ધ મળતા નથી. આર્થક થતા નથી. રાષ્‍ટ્રપિતા આ જન્‍મ અને કર્મભુમીની શિક્ષણ ક્ષેત્રે પ્રશ્નાર્થ સર્જે છે.

પોરબંદરમાં જન્‍મેલ દશા મોઢવણીક રાષ્‍ટ્રપિતાની જન્‍મભુમી જયા ધર્મ સચ્‍ય પ્રેમ અહિંસાનો સંગમ એક સાથે સંકળાયેલ છે. તે રાષ્‍ટ્રપિતા પૂ. મહાત્‍મા ગાંધીની જન્‍મભુમી અને ભકત સુદામાની આ ભુમીને પોરબંદર જીલ્લા અને જીલ્લાના પાટનગર શહરે પોરબંદરના ભાલ (કપાળ) પ્રદેશમાં છેલ્લા કેટલાક વરસથી શિક્ષણ ક્ષેત્રે કાળો મેષ જેવો ચાંદલો ચોટેલ છેેે ત કાળા ચાંદલાનું કલંક ભુસાડવા પોરબંદર પ્રબુધ્‍ધ નાગરીકો પુર્વ વિદ્યાર્થીઓ જાગૃતી દાખવે છે. સતા વીસ વરસથી ભાજપ સરકારમાં પોરબંદરનું શિક્ષણ સ્‍તર નીચુ ગયેલ છે. દિન પ્રતિદિન વધતુ જાય છે. તે હરાવવા અનેક રજુઆતો થાય છે. છતા ભાજપ સરકારના કાને અથડાતી હોવા છતા બહેરાશ અનુભવે છે તેમજ દ્રષ્‍ટિ હિનતા ભોગવે છે. સરકાર શબ્‍દ એવો છે કે તેને દ્રષ્‍ટિ ન હોય પરંતુ સરકારના નામે શાસન ચલાવવા ચલતા સતાધારી પક્ષના મોભીઓ કે મુખ્‍ય મંત્રીશ્રી કે જવાબદાર શિક્ષણ મંત્રીના દ્રષ્‍ટિહિન કે કર્ણશ્વર બહેરાશ અનુભવતા નથી. તે બધુ જાણે છે છતા અજ્ઞાનતા દર્શાવે છે. સરકારનો મફત શિક્ષણનો કાયદો પણ બુઠ્ઠો બનાવી દીધેલ છે.

એક સમયે દેશી રજવાડાના સમયમાં પોરબંદરનું શિક્ષણ સ્‍તર કેટલુ  ઉચ્‍ચ માધ્‍યમીક શિક્ષણ સુધી વ્‍યવસ્‍થા હતી. વર્તમાન મહાવિદ્યાલયો સુધી વ્‍યવસ્‍થા શિક્ષણ વ્‍યવસ્‍થા હોવા છતા શુન્‍ય અવકાશમાં આજનો વિદ્યાર્થી ભવિષ્‍યમાં દેશની ધુરા સંભાળી નાગરીક પ્રબુધ્‍ધ નહી અબુધ્‍ધના જંગલમાં ભટકતો રહેશે? તેવું ભવિષ્‍ય?

ઘણા દુઃખ સાથે શિક્ષીત પ્રબુધ્‍ધ નાગરીકો, તેમજ સામાજીક સેવા માનવસેવા  શિક્ષણ સેવાનો જુંડો હાથ લઇ જાહેર સંસ્‍થાઓ સાથે અને તેમના નામે તેના છત્રમાં સેવા કાર્યના નગારા વગાડે છે બે સુેરી શરણાઇ વગાડી બે રાત્રી સેવા કરનારને ફટકાર આપવા સિવાય કાંઇ દિશા અને દશા સુઝતી નથી. છેલ્લા વીસ વરસથી કોઇ પણ કારણ વિના પુરતી વિદ્યાર્થીની સંખ્‍યા ધરાવતી બે શીફટમાં ચાલતી એકસો વરસ જુની પૌરાણીક હેન્‍કોક મેમોરીયલ મિડલ સ્‍કુલ રાજકીય મોભીના ઇશારે તેમજ જે તે સમયના શિક્ષણ મંત્રી ઇશારે આ શાળા બંધ કરી દેવામાં આવે તેને પુનઃ કાર્યરત શરૂ કરવા બાહ્ય અનેક પ્રયત્‍નો શિક્ષણ પ્રેમી પ્રબુધ્‍ધ નાગરીકો ્‌દવારા પ્રયત્‍નો કરાય છે ત્‍યારે સામાજીક સંસ્‍થાઓ આ તમાસો મુકપ્રેક્ષકની જેમ જુએ છે. જેથી આવી સંસ્‍થાઓ સામે ફિટકારની લાગણી સિવાય કયુ માનપાત્ર આપી શકાય !

વિશેષ ફીટકારનો પોતાની જાતને શિક્ષણ પ્રેમીની ઓળખ આપનાર પીએચડીની ડીગ્રી ધારણા કરનાર શિક્ષણ પ્રેમી તેમજ વકીલાત ક્ષેત્રથી ન્‍યાય ક્ષેત્રે સરકારી ઉચ્‍ચ પદ સુધી પહોંચનાર હેન્‍કોક મેમોરીયલ મીડલ સ્‍કુલમાં વિદ્યાભ્‍યાસ કરી તેજસ્‍વીતા પ્રાપ્ત કરી સન્‍માનીત વિદ્યાર્થી પણ તેટલા જ ફિટકારને લાયક છે તે પણ ઋણ ચુકવવા સુક્ષ્મ નથી. અવૈદ્યમાં સાક્ષી બને છે. શિક્ષણની ભુખ અને તરસ કદી સંતાષી નથી સરસ્‍વતી દાન પ્રત્‍યક્ષ નિહાળી શકાય છે. પરીણામ આપે છે. ફળ પણ અહી જ છે. મધ્‍યમ અને નબળા વર્ગ મફત શિક્ષણ મેળવી શકતો નથી. પોરબંદરની એકાદ બે શાળામાં મફત શિક્ષણની વ્‍યવસ્‍થાનો લાભ મળતો હશે. મોટા ભાગે ખાનગી ટ્રસ્‍ટ સંચાલીત શાળામાં ત્રીજા ઉપરાંતની ફી કરજ કરી વાલીઓ ઇષ્‍ટમિત્ર ભરે છે. વ્‍યાજ ભરવુ પડે છે તેવી સ્‍થિતિ છે.

(12:52 pm IST)