Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

દ્વારકા જિલ્લામાં યોગ દિવસની ઉજવણી કરાશે

લોકોને સહભાગી થવા જિલ્લા કલેકટર દ્વારા અપીલ

જામ ખંભાળિયા,તા. ૨૦ : દ્વારકા જિલ્લામાં પણ આવતીકાલે મંગળવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. જે અંતર્ગત જિલ્લામાં જુદા-જુદા સ્થળોએ જાહેર કાર્યક્રમ યોજવામાં આવ્યા છે.
'આઝાદીકા અમૃત મહોત્સવ'ની ઉજવણીના ભાગરૂપે 'માનવતા માટે યોગ'ની થીમ ઉપર સમગ્ર જિલ્લામાં ઉજવણી કરવામાં આવશે. યોગને સ્વસ્થ જીવન જીવવાની કળા તથા આંતરિક વિજ્ઞાન ગણવામાં આવે છે.
યોગ દિવસની ઉજવણી માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા સ્થિત દ્વારકાધીશ મંદિર, શિવરાજપુર બિચ, નાગેશ્વર મંદિર તથા આ દિવસની વિશિષ્ટ અને જિલ્લા કક્ષાની ઉજવણી ખંભાળિયાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે.
યોગ દિવસની ખંભાળિયા તાલુકા કક્ષાની ઉજવણી અત્રે હર્ષદપુર વિસ્તારમાં આવેલી ડો. આર.એન. વારોતરિયા કન્યા શાળા, ખંભાળિયા મ્યુનિસિપલ ગાર્ડનમાં તેમજ કલ્યાણપુર તાલુકામાં સરકારી કોલેજ અને રાવલ સ્થિત એચ.જી.એલ. હાઇસ્કુલ ખાતે, દ્વારકામાં સ્વામિનારાયણ પાછળના પાકિંગમાં ભાણવડમાં તાલુકા કક્ષાએ ટાઉન હોલ તથા નગરપાલિકા કક્ષાએ ભુતવડ મેદાનમાં ઉજવણી કરાશે.
દ્વારકા જિલ્લાની તમામ હાઈસ્કૂલોમાં તથા પોલીસ સ્ટેશનનો, તમામ શૈક્ષણિક સંસ્થાઓ, મંડળોમાં, યોગ સંસ્થાઓમાં યોગ કરાવવામાં આવશે. આ કાર્યક્રમમાં સહભાગી થવા જિલ્લાની જનતાને જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યા દ્વારા અપીલ કરવામાં આવી છે.

 

(12:59 pm IST)