Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

જૂનાગઢના બીલખામાં રૂમાલના પ્રશ્ને યુવાન ઉપર હુમલો

બે શખ્સોએ છરી ઝીંકી દીધી

(વિનુ જોશી) જૂનાગઢ તા. ૨૦ : જૂનાગઢના બીખલામાં બે શખ્સોએ રૂમાલના પ્રશ્ને યુવાન ઉપર છરી વડે હુમલો કર્યો હતો.
બીલખાના નાગ્રેચા વાડી વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષીય અયુશા બાબુશા રફાઇ સાંજે રેલવેના પાટા ઉપર બેઠા હતા.
ત્યારે અબ્દુલ કરીમ અને સાગર કોળીએ આવીને રૂમાલ માંગ્યો હતો પરંતુ અયુશાએ રૂમાલ આપવાની ના પાડતા બંને જણા ઉશ્કેરાઇ ગયા હતા.
આ હુમલામાં યુવાનને ઇજા થતા તેને સારવાર માટે ખસેડવામાં આવેલ. યુવકની ફરીયાદ નોંધી બીલખા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

 

(1:04 pm IST)