Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ભેંસાણના ચુડા ગામે મહિલા ઉપર દિયર - જેઠનો હુમલો

૪ શખ્સોએ લાકડી ઝીંકી - ધમકી આપી

(વિનુ જોશી) જૂનાગઢ તા. ૨૦ : ભેંસાણના ચુડા ગામે મહિલા ઉપર તેના દિયર-જેઠ સહિતના શખ્સોએ હુમલો કરતા હલચલ મચી ગઇ હતી.
ભેંસાણ તાલુકાના ચુડા ગામે એક જ ફળીયામાં રહેતા ૩૫ વર્ષીય અનીતાબેન પરસોતમ કથિરીયા મકાનના ફળીયામાંથી નીકળતા હતા. ત્યારે દિયર દિનેશ, જેઠ જેન્તી તથા તેમના બે દિકરા મહેશ અને જીજ્ઞેશે બોલાચાલી કરી હતી. બાદમાં ચારેયે શખ્સો લાકડી સાથે તુટી પડયા હતા.
જેમાં અનીતાબેનને છોડાવવા માટે તેનો ભાઇ વચ્ચે પડતા તેને પણ ઝીંકી દીધી હતી. આ હુમલામાં ભાઇ-બહેનને ઇજા થતાં બંનેને સારવાર માટે ખસેડાયા હતા. પોલીસે મહિલાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી.

 

(1:04 pm IST)