Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

કેશોદ રાજપુત કરણી સેના અને સર્વ જ્ઞાતિ દ્વારા આવેદન

(કીશોરભાઇ દેવાણી દ્વારા) કેશોદઃ રાજપુત કરણી સેના કેશોદના નેજા હેઠળ કેશોદ મામલતદારને આવેદનપત્ર આપી કોડીનાર તાલુકાના જાવંત્રી ગામના ગૌસ્વામી સાધુ સમાજની માસુમ દિકરી ઉપર દુષ્કર્મ આચરી ક્રુર હત્યા કરવામાં આવેલ. આરોપીને ઝડપથી કડકમાં કડક ફાંસીની સજા થાય અને ભવિષ્યમાં આવુ કોઇ પણ સમાજની દીકરી ઉપર બનાવ ન બને તેવી સજા કરી દાખલો બેસે તેવી કાર્યવાહી કરવા મામલતદાર ને આવેદન પત્ર આપેલ હતું. આ તકે  રાજપુત કરણી સેના કેશોદના નેજા હેઠળ કેશોદ તથા તાલુકાની સર્વે જ્ઞાતિના આગેવાનો રેલી દ્વારા ઉપસ્થિત રહી આક્રોશ વ્યકત કરી આ આવેદનપત્ર આપેલ હતું.

(1:27 pm IST)