Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

જુનાગઢ જીલ્લાના ચોરવાડ, માળીયા હાટીના તથા વંથલી વિસ્તારમાંથી ૧પ૦૧ બોટલો સીઝ કરી આયુર્વેદિક દવાના નામે ચાલતા નશાના કાળા કારોબારના પર્દાફાશ કરતી જુનાગઢ એસઓજી

(વિનુ જોશી  દ્વારા) જુનાગઢ તા.ર૦ : રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટીની સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા અને આવી ગે.કા. પ્રવૃતિઓ શોધી કાઢવા એસ.ઓ.જી. જુનાગઢ પોલીસ ઇન્સ. એ.એમ.ગોહિલ તથા પો.સબ.ઇન્સ. જે.એમ.વાળા તથા ચોરવાડ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. એસ.એન.ક્ષત્રિય તથા વંથલી પો.સ્ટે.ના પો. સબ.ઇન્સ. ડી.જી.બડવા અને પો.સબ.ઇન્સ. ડી.જી.બડવા અને પો.સબ.ઇન્સ. વી.કે.ઉંજીયા તથા પો. સ્ટાફના કર્મચારીઓ સતત પ્રયત્નશીલ હોય.

એસ.ઓ.જી. જુનાગઢના પોલીસ ઇન્સ. શ્રી એ.એમ. ગોહિલ તથા ચોરવાડ પો. સ્ટે.ના પો. સબ.ઇન્સ. એસ.એન.ક્ષત્રિયનાઓને સંયુકત રીતે ચોકકસ બાતમી હકિકત મળેલ કે ચોરવાડ ગામ તથા આજુબાજુના વિસ્તારમાં પાન બીડીની દુકાનો જેમાં (૧) કનકેશ્વરી પાન સેન્ટર બંદર રોડ  ચોરવાડ (ર) ભવાની પાન સેન્ટર જરારી વિસ્તાર ચોરવાડ (૩) રાજવી પાન સેન્ટર ખાણીયા વિસ્તાર ચોરવાડ (૪) ભોલેનાથ પાન સેન્ટર વિસણવેલ ગામના પાટીયે તાબે ચોરવાડ મુકામે ગે.કા.આધાર પુરાવા વગરની આયુર્વેદિક દવાની બોટલો રાખી વેચાણ કરે છે. જેથી તુરત જ ડ્રગ્સ ઇન્સ્પેકટરશ્રી સતીષ ભુવાને જાણ કરી તેઓને સાથે રાખી સદરહુ જગ્યાએ રેઇડ કરતા ગે.કા.આધાર પુરાવા વગરની આયુર્વેદિક દવાની બોટલો કુલ ૧૬૩ બોટલ કિ. રૂા.રપ,ર૮પનો મુદામાલ પકડી પાડેલ આગળની કાર્યવાહી અર્થે ચોરવાડ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

ત્યારબાદ ચોરવાડ મુકામે આધાર પુરાવા તથા ખરીદ વેચાણના બીલ  વગરની આયુર્વેદિક દવાની બોટલો પકડી પાડેલ અને રેઇડ દરમિયાન જે બોટલો મળી આવેલ તે બોટલો માળીયા હાટીનાના કબીર નગર ખાતે રહેતા કાનો ઉર્ફે કાનન અશોકભાઇ દવએ આપેલાનું જણાવેલ હોય જેથી ડ્રગ્સ ઇન્સ્પેકટરશ્રીને સાથે રાખી મજકુર કાનો ઉર્ફે કાનન અશોકભાઇ દવેના મકાને રેઇડ કરતા આધાર પુરાવા વગરની આયુર્વેદિક દવાની બોટલો કુલ ૪પ૯ બોટલ કિ. રૂા.૬૬,૪૬૦નો મુદામાલ પકડી પાડેલ અને આગળની કાર્યવાહી અર્થે માળીયા હાટીના પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

બાદ એસ.ઓ.જી. જુનાગઢના પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.ગોહિલ તથા વંથલી પો. સ્ટે.ના પો.સબ.ઇન્સ. ડી.જી.બડવા અને પો. સબ ઇન્સ. વી.કે.ઉંજીયાને સંયુકત રીતે ચોકકસ બાતમી હકિકત મળેલ કે, વંથલી ગામ તથા આજુબાજુના૦ વિસ્તારમાં પાન બીડીની દુકાનો જેમાં (૧) કિસ્મત ઢાબા, માણાવદર રોડ તથા (ર) જલારામ પાન મેઇન બજાર, વંથલી (૩) લકકી ઢાબા, કેશોદ રોડ, વંથલી (૪) દ્વારકાધીશ હોટલ કેશોદ રોડ, ખોખરડા ફાટક (પ) શિવમ રેસ્ટોરન્ટ એન્ડ પરોઠા હાઉસ, કણજાધાર તાબે વંથલી તથા (૬) વંથલી બસ સ્ટેશન સામે આવેલ  નાગોરીના ગોડાઉનમાં ગે.કા. આધાર પુરાવા વગરની આયુર્વેદિક દવાની બોટલો રાખી વેચાણ કરે છે, જેથી તુરત જ ડ્રગ્સ ઇન્સ્પેકટરશ્રી સતીષ ભુવાને સાથે રાખી સદરહુ જગ્યાએ રેઇડ કરતા ગે.કા. આધાર પુરાવા વગરની આયુર્વેદિક દવાની બોટલો કુલ ૮૭૮ બોટલ કિ. રૂા.૧,૩૪,૩૬૬નો મુદામાલ પકડી પાડેલ આગળની અર્થે વંથલી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

આમ જમુનાગઢ જીલ્લાના  ચોરવાડ માળીયા હાટીના તથા વંથલી વિસ્તારમાં રેઇડ કરતા ગે.કા.આધાર પુરાવા વગરની આયુર્વેદિક દવાની કુલ ૧પ૦૧ બોટલો કિ. રૂા.ર,ર૬,૧૧૧નો મુદામાલ પકડી પાડેલ.

દુકાનદારનું નામ સરનામુ ચોરવાડ વિસ્તાર

(૧) જયેશભાઇ ગોવિંદભાઇ વાઢેર (ઉ.વ.૩૮) ધંધો વેપાર રહે. ચોરવાડ અખાડા વિસ્તાર (કનકેશ્વરી પાન સેન્ટર) (ર) દેવશીભાઇ કારાભાઇ ચુડાસમા ઉ.વ.૩૬ ધંધો વેપાર રહે. ચોરવાડ આખલીયા વિસ્તાર તા. માળીયા હાટીના તથા ભાગીદાર સુનીલભાઇ વિજયભાઇ વાઢેર ઉ.વ.રર ધંધો વેપાર રહે. ચોરવાડ જરારી વિસ્તાર (ભવાની પાન સેન્ટર) (૩) મનોજભાઇ ભીખાભાઇ પરમાર ઉ.વ.૩૬ ધંધો વેપાર રહે. ચોરવાડ ખાણીયા વિસ્તાર તા. માળીયા હાટીના (રાજવી પાન સેન્ટર ) (૪) જયેશપુરી જમનપુરી ગોસ્વામી ઉ.વ.૩૮ ધંધો વેપાર રહે. વિસણવેલ તા. માળીયા હાટીના (ભોલેનાથ પાન સેન્ટર) ચોરવાડ વિસ્તારની દુકાનોમાં બોટલ આપનારનું નામ સરનામનુ માળીયા હાટિના વિસ્તાર) કાનો ઉર્ફે કાનના અશોકભાઇ દવે ઉ.વ.૩૮ ધંધો વેપાર રહે કબીર નગર સોસાયટી માળીયા હાટીના.

દુકાનદારનું નામ સરનામુ (વંથલી વિસ્તાર)

(૧) સબેાજ મકસુદભાઇ મુલ્લા ઉ.વ.ર૧ ધંધો વેપાર રહે. વંથલી, વામન ચોક, તા.વંથલી જી. જુનાગઢ (કિસ્મત ઢાબા) (ર) સંજયભાઇ રાજકુમારભાઇ ગંગવાણી  ઉ.વ.૩૭ ધંધો વેપાર રહે. વંથલી, ગુરૂકુળ સામે તા.વંથલી જી.જુનાગઢ (જલારામ પાન) (૩) અનસ આસીફભાઇ વાજા ઉ.વ.ર૯ ધંધો વેપાર રહે. વંથલી જુના દરજીવાડા દાવલીયા ફળી, તા. વંથલી, જી.જુનાગઢ  (લકકી ઢાબા) (૪) હર્ષ નાનજીભાઇ કળથીયા ઉ.વ.ર૦ ધંધો વેપાર રહે. કેશોદ અમૃતનગર મેઇન રોડ, યોગેશ્વર સોસાયટી તા. કેશોદ જી.જુુનાગઢ (જય દ્વારકાધીશ હોટલ) (પ) સુરેશભાઇ પ્રેમચંદભાઇ ગંગવાણી ઉ.વ.પર ધંધો વેપાર રહે. વંથલી દિલાવરનગર ગુરૂકૃપા રેસીડેન્સી તા. વંથલી જી.જુનાગઢ (શિવમ રેસ્ટોરન્ટ) (૬) તાહીર તહેસીનભાઇ ગબલ, ઉ.વ.૩૦ વેપાર રહે. વંથલી, સંધીવાડા, તા. વંથલી, જી.જુનાગઢ (તાહીર નાગોરીનું ગોડાઉન)

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એ.એમ.ગોહિલ તથા ચોરવાડ અને માળિયા હાટીના પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. એસ.એન.ક્ષત્રિય તથા વંથલી પો.સ્ટે.ના પો. સબ.ઇન્સ. ડી.જી.બડવા અને પો.સબ.ઇન્સ. વી.કે.ઉંજીયા એસ.ઓ.જીના એ.એસ.આઇ. એમ.વી.કુવાડીયા તથા  પો હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ વાંક, પો. કોન્સ શૈલેન્દ્રસિંહ સિસોદીયા, વિશાલભાઇ ડાંગર તથા ચોરવાડ પો. સ્ટે.ના એ.એસ.આઇ. રામજીભાઇ ગોવિંદભાઇ ગરેજા તથા પો હેડ કોન્સ. બાલુભાઇ રામભાઇ સિંધવ તથા પો. કોન્સ. જીલુભાઇ આલીંગભાઇ ભલગરીયા તથા પો. કોન્સ. વિક્રમસિંહ જેતમાલભાઇ સિસોદીયા તથા ડ્રા. પો. હેડ કોન્સ. જેસીંગભાઇ વાળા તથા  ડ્રા. પો. કોન્સ. જેસીંગભાઇ ડાંગર તથા માળીયા હાટીના પો. સ્ટે.ના એ.એસ.આઇ. એચ.એસ.બલદાણીયા તથા પો. કોન્સ. ભાવેશભાઇ કિંદર ખેડીયા, પ્રવિણભાઇ પ્રતાપભાઇ મિલનભાઇ ઝાલા તથા વંથલી પો. સ્ટે.ના એ.એસ.આઇ. નથુભાઇ રામશીભાઇ વાઢેર તથા પો. હેડ કોન્સ. દેવાભાઇ વેજાભાઇ ભારાઇ તથા પો. કોન્સ. સુમીતભાઇ ગોવિંદભાઇ રાઠોડ તથા રાજેશભાઇ ભગાભાઇ બકોત્રા તથા વિવેકભાઇ જગમાલભાઇ હેરભા વિગેરે સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.

(1:28 pm IST)