Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

પાલિકાઓમાં સફાઇ કામદારોની ભરતીમાં નવા નિયમોથી વર્ષો જુના રોજમદારોને અન્યાય

(કૌશલ સવજાણી દ્વારા ખંભાળીયા તાઃ૨૦): ગુજરાત રાજયની પાલિકાઓમાં સફાઇ કામદારોની ભરતીમાં વર્ષો જુના રોજમદાર સફાઇ કામદારોને અન્યાય થતો હોય આ બાબતે ગુજરાત સફાઇ કામદાર મહામંડળના પ્રમુખ કસ્તુરભાઇ મકવાણા  તથા મહામંત્રી રમેનાભાઇ વાઘેલા હતા રાજયપાલને રજુઆત  કરવામાં આવી છે.

નવી ભરતીમાં નવા રોસ્ટર ક્રમાંકે કરીને તેમાં આર્થિક રીેતે નબળા વર્ગો માટે ૧૦% અનામત કરવામાં  આવ્યા છે. હાલ નવી ૫૦ જગ્યા ભરાવતો વર્ષોથી કામ કરતા રોજમદાર સફાઇ કામદારોમાથી ૭ જગ્યામાંથી જ તેઓ આવી શકે તો તે મોટો અન્યાય વર્ષોથી કામ કરે તેને થાય જો આમ થાય તો પાલિકામાં સફાઇ કામદારોના વિકાસની ગતિથી  જ સ્થગિત થઇ જાય!!

સફાઇ કામદારોની ભરતીમાં રોસ્ટરના નિયમો વર્ષોથી કામ કરતા લોકો માટે અન્યાયી હોય ભરતીમાં તેમની નોકરી રોજમદારીઓના વર્ષોને ધ્યાને લઇ યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે.

(1:51 pm IST)