Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

વિસાવદરના લેરીયા ગામે સાત ઇંચ વરસાદ ખાબકયો

ગામમાં નદીની માફક પાણી વહયા

(વિનુ જોશી) જુનાગઢ, તા., ર૦: વિસાવદરના ભેરીયા ગામે સાત ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું.

આ વર્ષે ચોમાસાના સતાવાર પ્રારંભ અગાઉ જ મેઘસવારી આવી પહોંચી છે. રવિવારે રજા રાખ્‍યા વગર મેઘાએ વિસાવદર સહીતના વિસ્‍તારોમાં હેત વરસાવ્‍યું હતું. વિસાવદરમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. પરંતુ તાલુકાના લેરીયા ગામે સાત ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્‍થિતિ સર્જાઇ હતી.

સર્વત્ર પાણી છતા એસટીના ડ્રાઇવરે સામ પાણીએ બસ હંકારી હતી. જેના કારણે લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા.(

(1:31 pm IST)