Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

વિસાવદરમાં ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબકયોઃ સાર્વત્રિક પાણી..પાણી..

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૨૦: વિસાવદરમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ગઇકાલે રવિવારે બપોર બાદ મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતુ અને ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબકતા સાર્વત્રિક પાણી..પાણી થઇ ગયુ હતું.નાયબ મામલતદાર શ્રી કતકપરાના જણાવ્‍યા અનુસાર વિસાવદરમાં બપોરના ૨થી ૪ દરમિયાન ૫૬ મી.મી.અને ૪થી ૬ દરમિયાન ૩૬ મી.મી.સહિત ૪ કલાકમાં કુલ - ૯૪ મી.મી.વરસાદ  નોંધાયો છે.

વિસાવદરમાં ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબકતા લોકોમાં ખુશીની લહેર વ્‍યાપી ગઈ ગઇ છે.

વિસાવદર શહેર અને તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારો તથા ગીર પંથકમાં પણ વરસાદના વાવડ છે.

(1:40 pm IST)