Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ઉમરાળા-બરવાળામાં ર, પડધરી, જેશર-જસદણમા ૧ાા ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર દરરોજ સાંજના સમયે છવાતુ વરસાદી વાતાવરણઃ આખો'દિ ધુપ-છાંવ:વિજ કરંટ લાગતા ૬ પશુના મોતઃ લીંબડી નાપશુપાલકની કફોડી સ્‍થિતી

રાજકોટ તા.ર૦ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગઇકાલથી ફરી વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો છે અનેસર્વત્ર દરરોજ સાંજના સમયે વરસાદી વાતારવણ છવાઇ જાય છે. જો કે આખો દિવસ ધુપ-છાંવનો માહોલ છવાય છ.ે

છેલ્લા ર૪ કલાકમાં આજે સોમવાર સવારના ૧૦ વાગ્‍યા સુધીમાં ભાવનગર જીલ્લાના ઉમરાળામાં ર ઇંચ, બોટાદ જીલ્લાના બરવાળામાં ર ઇંચ વરસાદ પડયો છે.

આ ઉપરાંત ભાવનગર, જેશર, પડધરી, જસદણ, જામકંડોરણામાં દોઢ ઇંચ વરસાદ પડયો છે.

જયારે ગારીયાધાર, ઘોઘા, તળાજા, મહુવા, વલ્લભીપુર, હિરો, કેશોદ, માળીયાહાટીના ઉપલેટા, કોટડાસાંગાણી, ગોંડલ, જેતપુર, ધોરાજી, લોધીકા, વિંછીયા, પોરબંદર, કુતિયાણા, ગઢડા, બોટાદ, કોડીનારમાં ઝાપટાથી માંડીને અડધો ઇંચ વરસાદ પડયો છ.ે

જામનગર

(મુラકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ આજનું હવામાન ૩૬.૮ મહત્તમ ર૮.૮ લઘુતમ ૭૩ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૩.૧ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

 

(1:47 pm IST)