Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

વિંછીયા પાસે ૮૦ હજારના દારૂ સાથેજય ચોબકીયાને એલસીબીએ ઝડપી લીધો

જય અને અનીલે દારૂનો જથ્‍થો ઉતાર્યો'તોઃ અનીલ જમોડની શોધખોળ

રાજકોટ તા. ર૦: વિંછીયા પાસે રૂરલ એલસીબીએ દરોડો પાડી વિદેશી દારૂના જથ્‍થા સાથે એક શખ્‍સને ઝડપી લીધો હતો જયારે બીજાની શોધખોળ હાથ ધરાઇ છે.

પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ એ પ્રોહી જુગારના ગણનાપાત્ર કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્‍વયે એલસીબીના પોલીસ ઇન્‍સ. વી. વી. ઓડેદરાના માર્ગદર્શન મુજબ પોી. સબ ઇન્‍સ. એસ. જે. રાણાની રાહબરી હેઠળ સ્‍ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન એલ.સી.બી.ના પો. હેડ કોન્‍સ. મહિપાલસિંહ જાડેજા, પરણયભાઇ સાવરીયા તથા પો. કોન્‍સ. દિવ્‍યેશભાઇ સુવા ને મળેલ સંયુકત હકિકત આધારે વિંછીયાગામની માત્રાગામ તરફ જવાના રસ્‍તે આવેલ ચોકડી પાસે હનુમાનજીના મંદીરના પાછળના ભાગે આવેલ ખરાબામાં જય કાંતિભાઇ ઓળકીયા જાતે કોળી ઉ.વ. ર૩ ધંધો મજુરી રહે. વિંછીયા જીવનપરા વિસતાર જી. રાજકોટ તથા અનીલભાઇ ઉર્ફે અનીયો રત્‍નાભાઇ જમોડ રહે. રેવાણીયા તા. વિંછીયા વાળાઓએ ગેર-કાયદેસર રીતે વેચાણ કરવાના ઇરાદે ઉતારેલ ભારતીયડ બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્‍ડની કંપની શીલબંધ બોટલ નંગ-ર૬૮ કિ. રૂા. ૮૦,૪૦૦/- તથા મોબાઇલ ફોન કી. રૂા. ૧૦,૦૦૦નો મુદામાલ સાથે જયને ઝડપી લીધો હતો જયારે અનીલની શોધખોળ હાથ ધરાઇ છે.

આ કાર્યવાહીમાં રૂરલ એલસીબીના એ.એસ.આઇ. મહેશભાઇ જાની, પો. કોન્‍સ. રહિમભાઇ દલ, પ્રહલાદસિંહ રાઠોડ, મેહુલભાઇ બારોટ, અમુભાઇ વિરડા, નરેન્‍દ્રભાઇ દવે તથા સાહિલભાઇ ખોખર રોકાયા હતા.

(3:24 pm IST)